અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ટાણે મુંબઈના રામ મંદિરોમાં પણ ઉત્સવની તૈયારી
વડાલાના રામ મંદિરમાં 3 દિવસનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ
શહેરનાં દેવાલયો દીવડાંથી ઝગમગી ઉઠશે અયોધ્યાના ઉદ્ઘાટન પ્રસંગનું લાઈવ ટેલિકાસ્ટ
મુંબઈ : અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનનું કાઉન ડાઉન શરૃ થઈ ગયું છે. ત્યારે મુંબઈ આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી માટે પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યું છે. વડાલા ખાતેના શહેરના ભગવાનના સૌથી મોટા મંદિર શ્રીરામ મંદિરના ગર્ભગૃહનું રિનોવેશન ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે શરૃ થયેલું આ કામ અયોધ્યામાં રામ લલ્લાંની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સમયસર પુરૃ થઈ જશે.
અયોધ્યાના ભવ્ય પ્રસંગના બે દિવસ પહેલાં ૨૦મી જાન્યુઆરીથી વડાલા મંદિરમાં ત્રણ દિવસનો કાર્યક્રમ શરૃ થશે. મહારાષ્ટ્રના અયોધ્યા તરીકે જાણીતા મંદિરમાં પાલખી ઉત્સવ, હવન, પૂજા-પ્રાર્થના, ધાર્મિક પ્રવચનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ્સ યોજાશે.
આપણે ભારતીયોએ સદીઓથી તોયેલું સપનું હવે સાકાર થયું છે. આપણી હયાતિમાં આપણે નવું રામ મંદિર જોઈશું. ૬૦ વરસ જૂના વડાલા મંદિરના સંચાલક શ્રી સસ્થાન ગૌકર્ણ પાઈગલી જીવોત્તમ મઠના વાઈસ-ચેરમેન અનંત પઈએ જણાવ્યું હતું.
૨૦મી જાન્યુઆરીએ સવારે ૯ વાગે તારક મંત્ર જાપ હવનથી મંદિરમાં ઉત્સવનો શુંભારંભ થશે. અયોધ્યામાં બપોરે પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય પ્રસંગ શરૃ થવાના કલાક પહેલાં વડાલા મંદિરમાં ભાવિકો રામ રક્ષા સ્ત્રોતનું સામૂહિક પઠન કરશે. ભગવાનની મૂર્તિને મહારાષ્ટ્રની પવિત્ર નદીઓના જળથી સ્નાન કરાવાશે.
સાંજે બે કલાકની શોભા યાત્રા સાથે ઉજવણીનું સમાપન થશે. શોભાયાત્રામાં વડાલાના મુખ્ય વિસ્તારોને આવરી લેવાશે. છેલ્લે મંદિરમાં દીપોત્સવ અને રાત્રિ પૂજા યોજાશે.
માટુંગામાં પણ આસ્તિક સમાજનું મોટું રામ મંદિર છે, જ્યાં ા વરસે એપ્રિલમાં આનતી રામ નવમીએ ભવ્ય ધાર્મિક વિધીઓ રખાઈ છે. એ દિવસે ભગવાન રામનો મધ અને નારિયેળ પાણીથી જળાભિષેક કરાશે.
મહેશ્વરી ઉદ્યાન (કિંગ સર્કલ) તરીકે આવેલા રામ મંદિરમાં ૨૨મી જાન્યુઆરીએ યોજાનારા ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિ હોમ, રામ ગાયત્રી હોમ અને રામ પટ્ટાભિષેક હોમનું સામેલ હશે. સાંજે માટીના ૧૧,૦૦૦ દીવડાથી ંમંદિર ઝગમગી ઉઠશે.
ૉઅમારા માટે ા એક ખાસ વર્ષ છે અમારા મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને ૧૦૦ વરસ અને કોસુ ગુરૃ વાયુર (ભગવાન શ્રીકૃષ્ણ)ની પ્રાણ પ્રતિષ્ઠાને ૫૦ વરસ પૂરા રહ્યા છે. એ જ સમયે, અયોધ્યામાં પામ મંદિરનું ઉદ્ઘાટન છે. એટલે અમે મોટા પાયે ઉજવણી કરવાની છીએ. આ તો રામ નવમી અને દિવાળી એક જ દિવસે આવવા જેવું થયું એમ આસ્તિક સમાજના પ્રમુખે કહ્યું હતું.
ટિળક નગરના હનુમાન મંદિરમાં ભક્તોને ખાસ અપેક્ષાથી લવાયેલા અક્ષતા (ચોખા)ની વહેંચણી કરશે. સાંજે મંદિરને દિવ્ય પ્રકાશથી ઝળાહળ કરવા ભાવિકોને માટીના દીવડાં લાવવા જણાવાયું છે. એ ઉપરાંત ૨૨મીએ મુંબઈના ઘણાં મંદિરોમાં અયોધ્યાના મહોત્સવનું લાઈ સ્ક્રિનિંગ રખાયું છે.