Get The App

એન્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે પાલઘરની સગર્ભાનું મોત

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
એન્બ્યુલન્સમાં ઓક્સિજનના અભાવે પાલઘરની સગર્ભાનું મોત 1 - image


આદિવાસી વિસ્તારોમાં આજે પણ પાયાભૂત તબીબી સુવિધાનો અભાવ

કાસાગ્રામિણ હોસ્પિટલથી સિલવાસા તરફ જતી વખતે રસ્તામાં જ દમ તોડયો

મુંબઇ :  મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આજે પણ પાયાભૂત તબીબી સુવિધાને અબાવે લોકો મોતને શરણે જતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં બનેલી આવી જ એખ ઘટનામાં ૨૬ વર્ષની એક ગર્ભવતી મહિલાનું તબીબી સુવિધાને અભાવે મોત થયું હતું. પ્રસવ પીડા ઉપડયા બાદ આ ગર્ભવતી મહિલાની કાસા ગ્રામિણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે તેની તબિયત ગંભીર બની જતા તેને પાસેના સિલવાા (દાદરા નગર હવેલીના કેન્દ્ર શાશિત પ્રદેશ) શહેરમાં વધુ તબીબી સારવાર માટે રીફર કરવામાં આવી હતી. મહિલાને ઓક્સિજન સુવિધા સહિતની અધતન સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સમાં ત્યાં ખસેડવાની હતી પણ આ એમ્બ્યુલન્સના અભાવે તેને સાદી એમ્બ્યુલન્સમાં ત્યાં મોકલવામાં આવી  રહી હતી ત્યારે સિલવાસા તરફ જતી વખતે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો.

આ સંદર્ભે પાલઘરના સિવિલ સર્જન ડૉ. રામદાસ મરડએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે આ વિસ્તારમાં વિશેષ સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સની અછત અંગે સત્તાવાળાઓ સમક્ષ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. મૃતક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને અહીંની ગ્રામિણ હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં મંગળવારે  સાંજે લઇ આવવામાં આવી હતી. જો મહિલાને વહેલા લાવવામાં આવી હોત તો તેને બચાવી શકાઇ હોત તેવું મરડેએ સ્પષ્ટ કર્યું હતું.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર પાલઘરના આદિવાસી સરણી ગામની ગર્ભવતી મહિલા પિંકી ડોગરકર (૨૬)ને મંગળવારે સાંજે પ્રસૂતિની પીડા ઉપડી હતી. તેને કાસાની ગ્રામિણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે તેની હાલત ગંભીર જણાતા તેને સિલવાસા રીફર કરવામાં આવી હતી. મહિલાની તબિયત ગંભીર હોવાથી તેને કાસાથી સિલવાસા ઓક્સિજન સહિત અન્ય સુવિધા ધરાવતી એમ્બ્યુલન્સમાં ત્યાં  ખસેડવાની હતી. જોકે ૧૦૮ નંબર પર એમ્બ્યુલિન્સ માટે ફોન કરવા છતાં ઘણા લાંબા સમય સુધી કોઇ પ્રતિસાદ ન મળતા અંતે ન છૂટકે મહિલાને કાસા ગ્રામિણ હોસ્પિટલની રેગ્યુલર એમ્બ્યુલન્સમાં ત્યાં મોકલવામાં આવી હતી જોકે અહીંથી સિલવાસા તરફ જતી વખતે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો.

આ સમગ્ર ઘટના બાદ પાલઘર લોકસભાના  સાંસદ ડૉ. હેમંત સાવરાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે આ મામલે જરૃરી પગલા લેવા જોઇએ અને તમામ સુવિધાથી સજ્જ  એમ્બ્યુલન્સ પૂરી પાડવી જોઇએ.



Google NewsGoogle News