પંઢરપુરમાં વિઠોબાના ભક્તો માટે બુંદીના 8 લાખ લાડુનો પ્રસાદ
લેબમાં ચકાસણી બાદ જ વિતરણ કરાશે
કાર્તિકી યાત્રા નિમિત્તે રાજગરાના 50 હજાર લાડુ વહેંચાશે
મુંબઈ : કાર્તિકી યાત્રા નિમિત્તે પંઢરપુર આવનારા યાત્રાળુઓ માટે બુંદીના આઠ લાખ લાડુ અને રાજગરાના ૫૦ હજાર લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ તિરૃપતી મંદિરમાં લાડુના પ્રસાદની ક્વોલિટી અંગે વિવાદ જાગ્યા પછી પંઢરપુરમાં મંદિર સમિતિએ આ વખતે પ્રસાદના લાડુનું પ્રયોગશાળામાં ટેસ્ટીંગ કરાવ્યા પછી વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો.
તીર્થક્ષેત્ર પંઢરપુરમાં વિઠ્ઠલ-રૃક્મિણીના દર્શને આવનારા યાત્રાળુઓ માટે વિશાળ ખંડમાં લાડુની નાની નાની ઢગલીઓ કરવામાં આવી છે. મંદિર સમિતિ બુંદીના બે લાડુ કાગળની થેલીમાં પેક કરી ૨૦ રૃપિયામાં અને રાજગરાના બે લાડુ ૧૦ રૃપિયામાં ભક્તોને વેંચશે. પ્રસાદ વિતરણ માટે ત્રણ જંગી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જે ચોવીસે કલાક ખુલ્લા રાખવામાં આવશે.