Get The App

પ્રધાન સંદીપાન ભુમરેએ 890 કરોડનો કોન્ટ્રાકટ જમાઈને આપ્યો

Updated: Sep 15th, 2022


Google NewsGoogle News
પ્રધાન  સંદીપાન ભુમરેએ  890 કરોડનો કોન્ટ્રાકટ જમાઈને આપ્યો 1 - image


પૈઠણમાં સિંચાઈ યોજનામાં લ્હાણી કરી 

સીએમની  સભામાં પૈસા ચુકવી ભાડુતી  ભીડ  એકઠી કર્યાના  વિવાદ  બાદ  નવો આક્ષેપ

મુંબઈ :  મહારાષ્ટ્રના રોજગાર ગેરંટી યોજનાના પ્રધાન સંદીપન ભુમરેએ પૈઠણ વિસ્તારમાં સિંચાઈનો ૮૯૦ કરોડનો કોન્ટ્રાક્ટ જમાઈને અપાવ્યો હોવાના આક્ષેપો થયા છે. ભુમરે સામે  અગાઉ પણ પૈઠણમાં મુખ્યપ્રધાનની સભામાં ભાડુતી માણસો બોલાવી તેમને નાણાં ચુકવવાનો આક્ષેપ થઈ ચુક્યો છે. 

પૈઠણ મતદાર વિસ્તારમાં  ૮૯૦  કરોડ રૃપિયાની  બ્રહ્મગવન ઉપસા  સિંચાઈ  યોજનાનો   કોન્ટ્રાકટ  પ્રદાન  સંદીપન ભુમરેએ  પોતાના જમાઈની  કંપનીને   પેટા કોન્ટ્રાકટ  આપ્યો છે.વિધાનપરિષદના  વિપક્ષ નેતા   અંબાદાસ   દાનવેએ  આક્ષેપ કર્યો  છે  કે આ  પેટા કોન્ટ્રાકટ  સ્ટેમ્પ નોંધણી    કચેરીમાં  પણ નોંધાયેલ   છે. હકીકતમાં   આ યોજના   ખેડૂતો માટે    છે કે પોતાના  સ્વજનોને લાભ આપવા પૂરતો છે એવો સવાલ દાનવેએ પૂછ્યો  છે.

અગાઉ ભુમરેએ આ સિંચાઈ યોજના માટે ફંડની મંજૂરી માટે તત્કાલીન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને યશ આપ્યો હતો. પરંતુ શિંદે ગૂ્રપમાં જોડાયા બાદ તેઓ શિંદેએ સુધારેલી યોજના મંજૂર કરી હોવાનું કહી રહ્યા છે.    આમાં પૈઠણ તાલુકાના  ૬૦થી ૬૫  ગામોની ૨૦ હજાર  હેકટરથી   વધુ જમીન  સિંચાઈ  હેઠળ આવશે તેવો  દાવો કરવામાં આવ્યો  હતો.



Google NewsGoogle News