Get The App

ટપાલ ખાતાંની સસ્તી બુક પોસ્ટ સર્વિસ અચાનક બંધ : પુસ્તક ઉદ્યોગ-વાચકોને ફટકો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ટપાલ ખાતાંની સસ્તી  બુક પોસ્ટ સર્વિસ અચાનક બંધ : પુસ્તક ઉદ્યોગ-વાચકોને ફટકો 1 - image


વિદેશથી આવતી સેમ્પલ બુક પર પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઝીંકાઇ

એક બાજુ વાચન વધારવા જાતભાતના અભિયાનો બીજી તરફ પુસ્તકોની ડિલિવરી મોંઘી બનાવી દેવાતાં  વાચકો અવાચક 

દેશમાં શિક્ષણનો પ્રસાર અને વાચન વધારવાના હેતુથી જ સસ્તી બૂક પોસ્ટ સેવા શરુ કરવામાં આવી હતી

મુંબઇ :  ભારતમાં ૧૯,૧૦૧ પીનકોડ અને ૧,૫૪,૭૨૫ પોસ્ટ ઓફિસોને આવરી લઇ તત્કાળ પાર્સલ ડિલિવરી કરવા માટે જાણીતી ઇન્ડિયા પોસ્ટે ૧૮ ડિસેમ્બરે મધરાતે પોસ્ટલ સોફ્ટવેરમાંથી રજિસ્ટર્ડ બુક પોસ્ટ -આરબીપી- કેટેગરીને ચૂપચાપ કાઢી નાંખતા પોસ્ટ ખાતાના કર્મચારીઓ અને આ સેવા હેઠળ પુસ્તકો -સામયિકોને મોકલતાં પ્રકાશકો અને આ રીતે પુસ્તકો મંગાવતા વાચકો અવાચક બની ગયા છે. 

 આ ઉપરાંત સરકારે વિદેશી પ્રકાશકો દ્વારા મોકલવામાં આવતી કોમ્પ્લિમેન્ટરી કોપી પર પણ પાંચ ટકા ઇમ્પોર્ટ ડયુટી લાદતાં વાચકોને અને દેશની પુસ્તક સંસ્કૃતિને મોટો ફટકો પડયો છે. સરકારે પહેલીવાર આવી ડયુટી પુસ્તકો પર લાદી છે. જેનો વેપારી હેતુ ન હોય તેવા પુસ્તકો પણ આવી ડયુટી લાદવાનું પગલું અભૂતપૂર્વ છે. 

દેશમાં શિક્ષણનો પ્રસાર કરવા અને લોકોમાં વાંચનની ટેવ કેળવાય તે માટે  વિચારપૂર્વક પોસ્ટખાતા દ્વારા રજિસ્ટર્ડ બુક પોસ્ટ-આરબીપી- સેવા શરૃ કરવામાં આવી હતી. આ સેવા હેઠળ પાંચ કિલો સુધીના વજનના પુસ્તકોને માત્ર ૮૦ રૃપિયામાં દેશના કોઇપણ ખૂણે મોકલી શકાતા હતા. ઇન્ડિયા પોસ્ટના વિશાળ નેટવર્ક દ્વારા મોટાભાગના પાર્સલ આ સેવા હેઠળ એક અઠવાડિયામાં અને સ્થાનિક પુસ્તકોની ડિલિવરી તો બીજે જ દિવસે કરી દેવાતી હતી. સરકારે લોકોમાં વાંચનની ટેવ કેળવાય તે માટે આ રાહતના દરો રાખ્યા હતા. આ રાહતના દરે પુસ્તકો, સામયિકો અને મેગેઝિન્સ દેશભરમાં મોકલી શકાતા હતા. આમ છતાં આ મામલે કોઇ ચર્ચા કે ચેતવણી આપ્યા વિના જ સરકારે મનસ્વી રીતે આ પગલું ભરી આ સેવા બંધ કરી દેતાં વાચકો અવાચક બની ગયા છે. સરકારના આ પગલું સ્માર્ટફોનને કારણે ઘટી રહેલાં વાચકોની સંખ્યામાં ઓર વધારો કરશે અને વાચકો નામશેષ થઇ જશે તેવો ભય પ્રકાશન ઉદ્યોગના અગ્રણીઓએ  વ્યક્ત કર્યો હતો. 

સરકાર રજિસ્ટર્ડ પાર્સલ માટે એક કિલોના પાર્સલને પહોંચાડવા માટે ૭૮  રૃપિયા અને બે કિલોના પાર્સલને પહોંચાડવા માટે ૧૧૬ અને પાંચ કિલોના પાર્સલને પહોંચાડવા માટે ૨૨૯ રૃપિયા ચાર્જ કરે છે. તેની સામે આરબીપી હેઠળ  એક કિલોના પાર્સલ માટે ૩૨ રૃપિયા, બે કિલોના પાર્લ માટે ૪૫ અને પાંચ કિલોના પાર્સલ માટે ૮૦ રૃપિયા ચાર્જ કરવામાં આવે છે. હવે એક કિલોના પાર્સલ માટે ૭૮ રૃપિયા ચાર્જ કરવામાં આવે તો ૧૦૦ રૃપિયાની બુક પાર્સલ દ્વારા મંગાવો તો ૧૭૮ રૃપિયામાં પડે. જે કોઇને પરવડે તેમ નથી. આમ, સરકારે એક જ પગલું ભરી પ્રકાશકો અને વાચકોની કમર ભાંગી નાંખી છે.



Google NewsGoogle News