સૈફ પરના હુમલામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રની શક્યતા, તપાસ થશે
- રિમાન્ડ અરજીમાં પોલીસે દલીલ રજૂ કરી
- જોકે, આરોપીએ કોર્ટમાં કહ્યું પોતાને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે
પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે, કથિત હુમલાખોર બાંગ્લાદેશી નાગરિક છે અને તેના આ કૃત્ય પાછળનો હેતુ શોધવાની જરુર છે. પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યુ હતું કે, આ કેસમાકોઈ આંતરાષ્ટ્રીય કાવતરું છે કે કેમ તે અંગે પણ તપાસ થઈ જોઈએ.તેતી આરોપી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી.
રેકોર્ડ પરના દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ પોલીસની દલીલને સ્વીકારતા કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પક્ષ દ્વારા આંતરરાષ્ટ્રીય ષડયંત્રની રજૂઆત તદ્દન ફગાવી શકાય નહિ.
જોકે, કોર્ટમાં આરોપીના વકીલે એવી રજૂઆત કરી હતી કે તેની પાસેથી કોઈ મુદ્દામાલ મળ્યો નથી. તેને આ કેસમાં સંડોવવામાં આવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે પોતે બાંગ્લાદેશી નાગરિક છે તેવું પુરવાર કરતા કોઈ દસ્તાવેજ પોલીસ પાસે નથી.
પોલીસે જણાવ્યું હતું કે, કથિત હુમલાખોર મોહમ્મદ શરીફૂલ ઈસ્લામ શેહદાઝ એક બાંગ્લાદેસી નાગરિક હતો. જેણે ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેનું નામ બદલીને તેણે વિજય દાસ રાખ્યું હતું. તેને આજે થાડેના ઘોડબંદરના હિરાનંદાની એસ્ટેટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
જેમાં પ્રાથમિક તપાસ મુજબ, તે ૧૬ જાન્યુઆરીની વહેલી સવારે બાંદ્રામાં સંતગુરુ ચરણ ઈમારતમાં ૧૨માં માળે બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઈરાદે પ્રવેશ્યો હતો.