Get The App

પોર્શે કેસમાં તરુણને પુખ્ત ગણી કામ ચલાવવા પુરાવા સાથેનો અંતિમ અહેવાલ રજૂ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
પોર્શે કેસમાં તરુણને પુખ્ત ગણી કામ ચલાવવા પુરાવા સાથેનો અંતિમ અહેવાલ રજૂ 1 - image


પુણે પોલીસે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ અહેવાલ રજૂ કર્યો

સગીર જ કાર ચલાવતો હતો અને પબમાં દારુનું સેવન કર્યુ હોવાના સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓ પર આધાર

મુંબઈ :  પુણે કલ્યાણી નગર ખાતે થયેલા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા ૧૭ વર્ષના સગીરને પુખ્ત ગણી કામ ચલાવવામાં આવે તે માટે  તમામ પુરાવા રજૂ કરતો  અંતિમ અહેવાલ પોલીસે જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ ( જેજેબી) સમક્ષ રજૂ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું છે.

૧૯ મેના રોજ કથિત દરુના નશામાં સગીરે લક્ઝરી કાર ચલાવીને બે જણને  ઉડાવ્યા હતા. આ કેસમાં તેને નિરીક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો છે. પોલીસે કેસ ચલાવવા માટે સગીરને પુખ્ત ગણવાની અરજી કરી હતી. કેસને સમર્થન આપવા પોલીસે સગીર જ કાર ચલાવતો હતો એ પુરવાર કરવા બનાવના દિવસે ઘરથી અખસ્માત થયો ત્યાર સુધીના બધા જ પુરાવા સાથેનો અહેવાલ જેજેબીમાં  રજૂ કર્યા છે.

અહેવાલમાં નજરે જોનારા સાક્ષીદારોના નિવેદનો, સીસીટીવી ફૂટેજ, બંને રેસ્ટોરાંમા દારુનું સેવન કર્યું હોવાના પુરાવાનો સમાવેશ થાય છે.  આ અહેવાલ સગીરને પુખ્ત ગણવાની અરજીને સમર્થન આપે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

 રમ્યાન તપાસમાં જણાયું છે કે સગીરના તેની માતા સાથે બ લાયેલા નમૂના સસૂન હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટમાં ફેંકી  ેવાયા હતા. આ કેસમાં સગીરના માતા પિતા  ા ા અને હોસ્પિટલના બે ડોક્ટરો એક સહાયક અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે.



Google NewsGoogle News