પૂજા ખેડકરને ધરપકડ સામે રક્ષણ 29મી ઓગસ્ટ સુધી લંબાવાયું

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરને ધરપકડ સામે રક્ષણ 29મી ઓગસ્ટ સુધી લંબાવાયું 1 - image


પૂજાને આગોતરા જામીન આપવા સામે યુપીએસસીનો વિરોધ

પૂજાને આગોતરા જામીન અપાશે તો તપાસમાં વિધ્ન સર્જાશે, યુપીએસસી પરીક્ષાની નિષ્પક્ષતા જોખમાશે તેવી હાઈકોર્ટમાં રજૂઆત  

મુંબઈ - આઇએએસની ભૂતપૂર્વ પ્રોબેશનર પૂજા ખેડકરે યુપીએસસી અને લોકો સાથે છેતરપિંડી કરી છે તેવી રજૂઆત કરી યુપીએસસીએ આરોપીની આગોતરા જામીન અરજીનો બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં વિરોધ કર્યો હતો. ખોટી રીતે ઓબીસી અનામત અને ડિસેબિલીટી અનામતની જોગવાઇનો ખોટી રીતે ફાયદો મેળવવાનો અને છેતરપિંડીનો કેસ પૂજા ખેડકર સામે દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.

પૂજા ખેડકરને આગોતરા જામીન આપવાથી સુનિયોજિત ષડયંત્રની તપાસમાં વિઘ્ન આવશે તેવું કહી દિલ્હી પોલીસે આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જાહેર જનતાના ભરોસા પર અને સિવિલ સર્વિસ પરીક્ષાની  નિષ્પક્ષતા પર અસર પડી શકે છે તેવી રજૂઆત દિલ્હી પોલીસે કરી હતી.

દિલ્હી હાઇકોર્ટના જજ સુબ્રમણિયમ પ્રસાદે કેસની આગામી સુનાવણી ૨૯મી ઓગસ્ટે રાખી છે અને ત્યાં સુધી ધરપકડ સામે પૂડા ખેડકરને આપેલું રક્ષણ ચાલુ  રહેશે તેવું કહ્યું હતું.  આરોપીએ કરેલી છેતરપિંડી અન્યોની મદદ વગર શક્ય ન હતી આથી તેની કસ્ટડીમાં ઉલટતપાસ જરૃરી છે. આથી તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઇએ તેવું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ કોર્ટમાં પોતાના જવાબમાં કહ્યું હતું.

આરોપી દ્વારા ન કેવળ બંધારણીય સંસ્થા પણ આરોપીના ગેરકાયદેસર કૃત્યને કારણે પાત્ર અને  ક્વોલિફાઇડ હોવા છતાં જેમની નિમણૂંક થઇ શકી તેવા ઉમેદવારો સહિત અને યુપીએસસીની વિશ્વસનીયતામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવું યુપીએસસીના જવાબમાં કહેવામાં આવ્યું છે.

ઓબીસી અને નોન-ક્રિમી લેયરના લાભ મેળવવા પાત્ર નહી હતી તેવી જાણ તપાસમાંથી થઇ છે તેવું દિલ્હી પોલીસે પોતાના સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું છે. તેના માતાપિતાએ છુટાછેડા લીધા છે તેવું દર્શાવી તેણે લાભ મેળવવા અન્ય વ્યક્તિઓના મેળાપીપણામાં કાવતરુ ઘડયું હતું તેવું દિલ્હી પોલીસે કહ્યું હતું. ખેડકરના માતાપિતા સાથે  રહે છે તેવું જાણવા મળ્યું છે. ભૂતકાળમાં કરેલા 'એટેમ્પ્સ' (પરીક્ષામાં બેસવુ) બાબતમાં આરોપીએ ખોટુ ડિકલેરેશન કર્યું હતું. દિવ્યાંગ ઉમેદવારો અને ઓબીસી ઉમેદવારોને ૯  એટેમ્પ્ટની છુટ હોય છે. જે વર્ષ ૨૦૨૦ની પરીક્ષામાં પૂરા થઇ ગયા હતા. તે પછી  યોજાયેલી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન ૨૦૨૧ અને તે પછીની સીએસઇની પરીક્ષામાં બેસવા તે પાત્ર ન હતી તેમ છતાં તેણે પોતાનું નામ જાણી બુઝીને બદલી કાઢીને અને એટેમ્પ્ટની સંખ્યા બાબતમાં ખોટું નિવેદન કરીને તેણે સીએસઇ ૨૦૨૧, સીએસઇ ૨૦૨૨ અને સીએસઇ ૨૦૨૩ની પરીક્ષા આપી હતી.

પિતા સાથે કોઇ સંબંધ ન હોવાનો દાવો ખેડકરે કર્યો હતો અને ઓબીસી વત્તા નોન- ક્રિમી લેયર ઉમેદવારનો લાભ મેળવવા તેણે માતાની આવક ઓછી બતાવી હતી. જોકે તેના પરિવાર પાસે એક મર્સીડીઝ કાર એક બીએમડબલ્યુ કાર અને ચાર એસયુવી સહિત ૧૨ વાહન છે. મહારાષ્ટ્રમાં વિભિન્ન સ્થળે તેની પાસે કરોડો રૃપિયા મૂલ્યની અચળ સંપત્તિ છે. જો આરોપીને આગોતરા જામીન મળે તો તપાસ હાલમાં મહત્વના તબક્કા પર છે, તેમાં વિક્ષેપ પડશે અને છેતરપિંડી તથા કાયદાનું ઉલ્લંઘન કરવા ઇચ્છતી વ્યક્તિઓના જુસ્સાને બુલંદ કરશે તેવું યુપીએસસીએ કહ્યું હતું.



Google NewsGoogle News