પૂજા ખેડકરના પિતાએ ભ્રષ્ટાચાર થકી કરોડોની સંપત્તિ એકઠી કરીઃ નોટિસ અપાશે

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરના પિતાએ  ભ્રષ્ટાચાર થકી કરોડોની  સંપત્તિ એકઠી કરીઃ નોટિસ અપાશે 1 - image


40 કરોડની મિલ્કતો દર્શાવી હતી, નોટિસ બાદ એફઆઈઆર થઈ શકે

પુણે એસીબીએ પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ  કર્યોઃ  ખેડકર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડાયરેક્ટર સહિતની મલાઈદાર જગ્યાઓ સંભાળી ચૂક્યા છે

મુંબઇ :  મહારાષ્ટ્રનાં વિવાદાસ્પદ ટ્રેઈની આઇએએસ ઓફિસર પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે મહારાષ્ટ્ર સરકારની નોકરી દરમિયાન આવકથી વધુ સંપત્તિ ભેગી કરી હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના ડિરેક્ટર પદેથી ખેડકર વર્ષ ૨૦૨૦માં નિવૃત્ત થયા હતા. 

 એન્ટી કરપ્શન બ્યુરોની પૂણે શાખાએ ગુરુવારે સાંજે હેડઓફિસમાં પ્રાથમિક તપાસનો રિપોર્ટ રજૂ કર્યો હતો.

પૂજા ખેડકરે પાત્ર નહીં હોવા છતાં વિશેષ અધિકારોની માગણી કરી હતી તેવું જાહેર થયા પછી તેમના ઓબીસી સ્ટેટસ સામે પ્રશ્નો ઉભા થયા હતા. ઓબીસીના નોનક્રિમી લેયર શ્રેણીમાં આઇએએસમાં જોડાયા હોવાથી દિલીપ ખેડકરની આવક બાબતમાં એસીબીએ તપાસ સરૃ કરી હતી. પૂજા ખેડકરના પરિવારની સંપત્તિ ૪૦ કરોડ રૃપિયાથી વધુ હતી તેવુ વિવિધ દસ્તાવેજોથી જાણવા મળ્યું હતું.

આવક અને સંપત્તિના સ્ત્રોતોની વિગત માગતી નોટિસ એસીબી ખેડકરને મોકલી શકે છે. એસીબીના સ્ત્રોતોએ કહ્યુ કે વિગતવાર રિપોર્ટ રજૂ થયા પછી દિલીપ ખેડકર સામે એફઆઇઆર નોંધી શકાય છે. ં ખેડકર  મુંબઇ, પુણે, પૂણે ગ્રામીણ, અને અહમદનગરમાસંખ્યાબંધ મિલકત ધરાવે છે. ૪૦  કરોડની સંપત્તિ તેમની પાસે છે તેવું તેમણે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર દરમિયાન કરેલા એફિડેવિટમાં જણાવ્યુ હતું.

દિલીપ ખેડકર અને તેમના પત્નીને પૂણે પોલીસ શોધી રહી છે. તેમને શોધવા પોલીસે ત્રણ ટીમની રચના કરી છે. પૂજા ખેડકરની માતા સામે આર્મ્સ એકટ હેઠળ કેસ થયો છે.



Google NewsGoogle News