દિશા સાલિયન મૃત્યુ કેસમાંમાં નિતેશ રાણેને પૂછપરછ માટે પોલીસનું તેડું
સુશાંતની મેનેજર દિશાના મોત અંગે પુરાવાનો દાવો કર્યો હતો
ભાજપના ધારાસભ્ય રાણેને દિશાના મૃત્યુની કોઈ માહિતી કે પુરાવા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમને આપવા જણાવાયું
મુંબઇ : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ દિશા સાલિયન મૃત્યુ કેસમાં પૂછપરછ માટે નોટિસ આપી છે. આમ ૧૨ જૂનના રાણે પૂછપરછ માટે હાજર થશે, એમ કહેવાય છે. રાણેને સાલિયનના મૃત્યુ અંગે કોઈ માહિતી હોય તો પોલીસને શેર કરવા માટે કહેવામાં આવ્યું છે.
બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન ૮ જૂનના મલાડમાં આવેલી બિલ્ડિંગના પરિસરમાં મૃત હાલતમાં મળી હતી. તેણે બિલ્ડિંગમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું હતું. દિશાના મૃત્યુના થોડા દિવસમાં ૧૪ જૂનના સુશાંતસિંહે બાંદરામાં તેના ઘરમાં ગળાફાસો ખાધો હતો.
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ આરોપ કર્યો હતો કે સાલિયનની હત્યા કરવામાં આવી હતી. આ સિવાયના આ મામલામાં શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની સંડોવણીનો દાવો કર્યો હતો.
નાગપુરના શિયાળુ સત્ર દરમિયાન રાણેએ સાલિયનના મૃત્યુની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું કહ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી.
રાણેએ સાલિયન હત્યા કેસમાં તેની પાસે પુરાવા હોવાનો દાવો કર્યો હતો. આતી હવે મુંબઈ પોલીસે રાણેને પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ પાઠવી છે. હવે તમામની નજર રાણેના જવાબ પર છે કે આ કેસમાં આદિત્ય ઠાકરે સામે પુરાવા રજૂ કરશે.
આ વિશે વાત કરતા રાણેએ કહ્યું હતું કે 'મુંબઈ પોલીસ દ્વારા દિસા સાલિયન સુશાંત સિંહે રાજપૂત કેસમાં તપાસ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મારી પાસે ૮મી જૂન અને ૧૩મી જૂન સંબંધિત ઘણા પુરાવા છે. હું આ બધા વિશે પેહલા દિવસની જ વાત કરું છું. આ કેસમાં ત્રણ વખત તપાસ અધિકારી બદલાયા હતા, મસ્ટરના પાના ફાટી ગયા હતા. તપાસ અધિકારી દબાણમાં હતા.