બેસ્ટ ડ્રાઈવર માટે પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા, કોર્ટે 21 ડિસે. સુધી આપ્યા
સુરક્ષા કારણોસર સંજય મોરેને ખાસ ટેકસીમાં લાવી કોર્ટમાં હાજર કરાયો
આરોપીનું કે અન્ય કોઈનું ષડયંત્ર છે કે નહીં એની તપાસ જરૃરી હોવાની પોલીસની દલીલઃ બેસ્ટ પ્રશાસન જોઈએ તે માહિતી આપી શકે છે પછી કસ્ટડીની શું જરૃર : બચાવ પક્ષનો વિરોધ
મુંબઈ : કુર્લા બસ અકસ્માત પ્રકરણે આરોપી ડ્રાઈવર સંજય મોરેને કોર્ટે ૨૧ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. પોલીસે સાત દિવસની કસ્ટડી માગી હતી પણ આરોપીના વકિલે પોલીસ કસ્ટડીની શી જરૃર છે એવો સવાલ કરીનેદલીલ કરી હતી. પોલીસે આ કેસમાં આરોપીનું અથવા અન્ય કોઈનું ષડયંત્ર છે કે નહીં એ બાબતે તપાસ કરવા સાત દિવસની કસ્ટડી માગી હતી. બંને બાજુની જોરદાર દલીલો બાદ કોર્ટે આરોપીને કોર્ટમા ંહાજર કરવાનો આગ્રહ રાખ્યો હતો. આથી આરોપીને ટેક્સી દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
આરોપીને સુરક્ષાના કારણોસર આરોપીને કોર્ટમાં નહીં લાવીને પોલીસે વિડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોર્ટને લેખિત અરજી કરી હતી. કોર્ટે અરજી માન્ય કરી નહોતી. કોર્ટે અરોપીને હાજર કરવાની સૂચના આપતાં પોલીસે આરોપીને હાજર કર્યા બાદ સુનાવણી શરૃ થઈ હતી. આરોપી સામે સદોષમનુષ્ય વધાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કોર્ટે મોરેને સવાલ કર્યો હતો કે કોઈ મારપીટની ફરિયાદ છે? મોરેએ નકારમાં જવાબ આપતા પોલીસે તપાસની માહિતી આપી હતી. મોરેએ બસ ચલાવતા ૩૦૦ મીટરના પરિસરમાં ૫૦થી ૬૦ વાહનોને અડફેટે લીધા છે. ડ્રાઈવરને જાણ હતી કે રાહદારી પરિસર છે. ગાડીમાં પેસેન્જર હતા છતાં તેણે ગાડી બેદરકારીથી ચલાવી હતી. તેની પાછળનો હેતુ શું હતો? કાવતરું હતું? વધુ કોઈ સહભાગી છે? વગેરેની તપાસ જરૃરી છે. કેફીદ્રવ્યના નશામાં હતો? તેની પણ તપાસ કરવા પોલીસે સાત દિવસની કસ્ટડી માગી હતી.
આરોપીના વકીલે દલીલ કરી હતી કે કસ્ટડી શેના માટે જોઈએ છે. બેસ્ટ પ્રશાસ સાથે જરૃરી પત્રવ્યવહાર કરીને પોલીસ જોઈએ એટલી માહિતી લઈ શકે છે. આરોપીની ટ્રેઈનિંગ થઈ છે કે નહીં એ બેસ્ટ જણાવી શકે છે. આરોપીની ધરપકડ થતાં મેડિકલ કરવામાં આવ્યું હતું. જો તે નશામાં હોય તો જણાઈ આવ્યું નહોત? એવો સવાલ આરોપીના વકિલે કર્યો હતો.
પોલીસે કોર્ટને મહત્ત્વનો સવાલ કર્યો હતો. બસના આરોપીએ હત્યાર તરીકે ઉપયોગ કર્યો છે છે આ એક કાવતરું છે. એની તપાસ જરૃરી છે. બીજી તરફ આરોપીના વકિલે દલી કરી હતી કે પોલીસ કસ્ટડી માટે પોલીસ પાસે કોઈ નક્કર કારણ નતી. બંને બાજુની દલીલ સાંભળીને કોર્ટે ૨૧ ડિસેમ્બર સુધીની કસ્ટડી આપી હતી.