Get The App

થાણેમાં પોલીસ કર્મચારીઓની ડયૂટી પર હવે એપ દ્વારા દેખરેખ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
થાણેમાં પોલીસ કર્મચારીઓની ડયૂટી પર હવે એપ દ્વારા દેખરેખ 1 - image


ઘટનાસ્થળે પહોંચ્યાનો ફોટો પાડીને મૂકવો પડશે

પેટ્રોલિંગમાં નીકળ્યા કે નહિ, અધિકારી પહોંચ્યા કે નહિ વગેરે એપમાં નોંધાશે

મુંબઈ -  થાણે પોલીસ દ્વારા 'આપલે થાણે સુરક્ષિત થાણે' નામની ખાસ એપ વિકસાવી છે. આ એપના માધ્યમથી ૨૦૦૦થી વધુ સંવેદનશીલ સ્થળો પર વોચ રાખવાની શરૃઆત કરવામાં આવી છે. 

થાણે પોલીસ કમિશનરેટ  તરફથી થાણે, ભિવંડી, કલ્યાણ, ઉલ્હાસનગર અને વાગળે એસ્ટેટ ઝોનના ૩૫ પોલીસ સ્ટેશનોના કાર્યક્ષેત્રમાં પોલીસ નજર રાખી શકે એ માટે આ એપ વિકસાવવામાં આવી છે, કોઈ વિસ્તારમાં ટ્રાફિક જામ થાય,   ંકાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય કે પછી ગુનાહિત કૃત્ય બને ત્યારે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી શકે છે. 

દરેક પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીએ મુલાકાત લીધી છે કે નહીં? કેટલા વાગે અધિકારી પહોંચ્યા? બીડ માર્શલ સવારથી રાત દરમિયાન કેટલી વાર રાઉન્ડમાં નીકળ્યા વગેરે તમામ બાબતોની નોંધ એપમાં થશે.

એપમાં જે મહત્ત્વના અને સંવેદનશીલ ઠેકાણાની નોંધ કરવામાં આવી છે ત્યાં મારામારી, મહિલાની છેડતી અને ચેન સ્નેચિંગ સહિતના ગુના  ન બને અને નાગરિકોના મનમાં  સલામતીની ભાવના નિર્માણ થાય માટે સંબંધિત જગ્યાઓ પર પોલીસની હાજરી આવશ્યક હોવાથી આ મોબાઇલ એપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એપ અંતર્ગત ૭,૮૭૭ પોલીસ અધિકારી અને પોલીસકર્મીના નામોની નોંધ કરવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારની પોલીસ અધિકારી મુલાકત લે ત્યારે તેણે મોબાઇલથી પોતાનો  ફોટો પાડીને એપમાં મૂકવો પડે છે. આવી જ રીતે બીટ માર્શલ પણ કયા વિસ્તારમાં કેટલા વાગ્યે રાઉન્ડમાં નીકળ્યા તેની પણ સમય સાથે નોંધ થઈ જાય છે.



Google NewsGoogle News