બીમારીનું બહાનું આપી ગણેશોત્સવ ઉજવવા રજા લેવા બદ્દલ પોલીસ અધિકારી સસ્પેન્ડ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
બીમારીનું બહાનું આપી ગણેશોત્સવ ઉજવવા રજા લેવા બદ્દલ પોલીસ અધિકારી સસ્પેન્ડ 1 - image


મુંબઈ : સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) ના એક પોલીસ ઇન્સ્પેક્ટરેબીમાર હોવાનું કારણ આપી ગણેશોત્સવ ઉજવવા માટે રજા લેવા બદ્દલસસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર જીઆરપી કમિશનનર રવિન્દ્ર શિસ્વે આ અઠવાડિયાની શરૃઆતમાં ઘાટકોપરની જીઆરપી ઓફિસમાં તૈનાત ઈન્ચાર્જ સંજય યશવંત સાવંત નામના અધિકારીને ખોટી રીતે રજા લેવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો.

માહિતી અનુસાર સાવંતે ૧૪થી ૨૮ સપ્ટેમ્બર સુધી ૧૫ દિવસની રજા માટે અરજી કરી હતી.પણ ગણેશ ચતુર્થીનાને લીધે તેમની આ અરજીને નકારી કાઢવામાં આવી હતી.ત્યારબાદ સાવંતે ૧૪ સપ્ટેમ્બરેબીમાર હોવાનુંજણાવી રજા લીધી હતી. પણ વરિ અધિકારીઓને સાવંત પર શંકા થયા બાદ વિભાગે સાવંતને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ સાવંતે ફોન બંધ કરી દીધો હતો ત્યારબાદ સાવંતે સામેથી બાદમાં ફોન કર્યો આવ્યો પરંતુ આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો.પછીથી જીઆરપીના એક અધિકારી દ્વારા સાવંતના ઘરે ફોન કરવામાં આવ્યો અને સાવંત કંકાવલી(તેમના વતને)હોવાની વાત સામે આવી હતી.

જીઆરપીના પોલીસ કમિશનર ડૉ રવિન્દ્ર શિસવેએ સાવંતને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરો હતો અને તમને વાડીબંદર વિસ્તારમાંઆવેલા જીઆરપીના કંટ્રોલ રૃમમાં રિપોર્ટ કરવાનો અને કમિશનરની પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યુ હતું કે, સાવંતે હજુ સુધી સસ્પેન્શન ઓર્ડરમાં જણાવ્યા મુજબ કંટ્રોલ રૃમમાં જાણ કરી નથી પરંતુ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે જેમાં સાવંત સામે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.



Google NewsGoogle News