રૃ.250 કરોડની ઠગાઈના કેસમાં 15 વર્ષે રોકાણકારોની બાજુ નોંધવા પોલીસ તૈયાર

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રૃ.250 કરોડની ઠગાઈના કેસમાં 15 વર્ષે રોકાણકારોની બાજુ નોંધવા પોલીસ તૈયાર 1 - image


હાઈ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢ્યા બાદ

આકર્ષક રોકાણ યોજનામાં ફસાયેલા 442ના જવાબ નોંધાશે

મુંબઈ :  રોકાણની બોગસ યોજનાની લાલચનો ભોગ બનેલા રોકાણકારોનો જવાબ નોંધવાનો ઈનકાર કરનારા પોલીસની આર્થિક ગુના શાખાને હાઈ કોર્ટે કડક  શબ્દોમાં ઝાટકી છે. આથી આ કેસમા ંહવે ૪૪૨ રોકાણકારોનો જવાબ નોંધવા આર્થિક ગુના શાખા તૈયાર થઈ છે. ૨૦૦૮માં આ કૌભાંડમાં ગુનો નોંધાયો હતો, જેમાં ૧૫ વર્ષે રોકાણકારોએ પોતાની બાજુ તપાસ યંત્રણા સમક્ષ રજૂ કરી શકશે.

રોકાણકારો સાથે રૃ. ૨૫૦ કરોડની ઠગાઈ થઈ છે. રોકાણકારોની પોલીસ પોતાનો જવાબ નોંધાવે એટલી માગણી હતી જે હાઈ કોર્ટે માન્ય કરી છે. હાઈ કોર્ટના ફટકા બાદ નરમાઈની ભૂમિકા લઈને આર્થિક ગુના શાખાએ રોકાણકારોનો જવાબ નોંધવામાં આવશે એવી ખાતરી કોર્ટને આપી હતી. નિવેદનો નોંધવામાં આવતા હોય તો પણ અમે અરજીનો નિકાલ કરીશું નહીં. આગામી  સુનાવણી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થશે. દિવસે પાંચ રોકાણકારોના જવાબ નોંધાવીશું એમ ત્રણ મહિનામાં બધાના જવાબ નોંધીશું, એવું આશ્વાસન ગુના શાખાએ કોર્ટને આપ્યું  હતું.

૨૦૦૮માં હિમ્બાસ હોલિડેઝ પ્રા. લિ.કંપનીના લોઅર પરેલ ખાતે એક  ઓફિસ હતી, પૈસા બમણા કરી આપીશું, દાગીના, ઘર, ટૂર પેકેજ આપીશું એવી વિવિધ યોજના જાહેર કરી હતી. આ માટે એકતી ત્રણ લાખનું રોકાણ કરવું પડશે એમ લોકોને જણાવ્યું હતું. કંપનીની યોજનામાં સેંકડો રોકાણકારો આકર્ષિત થયા હતા. કરોડોનું રોકાણ થયું અને કંપનીએ થોડા દિવસ બાદ ઓફિસમાં તાળું મારી દીધંું. ઠગાઈ ધ્યાનમાં આવતાં કેટલાંક રોકાણકારોએ ૨૩ એપ્રિલ ૨૦૦૮ના રોજ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો ત્યાર બાદ ૧૦ વર્ષે તપાસ આર્થિક ગુના શાખાને અપાઈ હતી.

આ કૌભાંડમાં કંપનીના સંચાલકની ધરપકડ પણ થઈ હતી. તેને જામીન મંજૂર થયા હતા. કેસમાં આરોપનામું પણ દાખલ થયું પણ ગુનામાં અમારી બાજુ નોંધવામાં આવે એવી માગણી કરીને હરિદાસ દેવરુખકર  સહિત ૪૪૨ રોકાણકારોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.



Google NewsGoogle News