ગઢચિરોલીમાં પોલીસ સાથેની મૃતક પર રૃા. 36 લાખનું ઇનામ હતું શસ્ત્રો, નક્સલી સાહિત્ય અન્ય વસ્તુ જપ્તઅથડામણમાં 4 નક્સલવાદી ઠાર

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
ગઢચિરોલીમાં પોલીસ સાથેની મૃતક પર રૃા. 36 લાખનું ઇનામ હતું શસ્ત્રો, નક્સલી સાહિત્ય અન્ય વસ્તુ જપ્તઅથડામણમાં 4 નક્સલવાદી ઠાર 1 - image


લોકસભાની ચૂંટણી પહેલા ઘાતપાતનું કાવતરું

મુંબઇ :  લોકસભાની ચૂંટણીની તૈયારી શરૃ છે ત્યારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હુમલાનું કાવતરું ઘડનારા રૃા. ૩૬ લાખનું સામૂહિક ઇનામ ધરાવતા ચાર નક્સલવાદી આજે વહેલી સવારે પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા.

પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન શસ્ત્રો, નક્સલી સાહિત્ય અને અન્ય વસ્તુ મળી હતી. સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું હતું કે પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ તેલંગણાથી પ્રાણહિતા નદી ઓળંગીને ગઢચિરોલીમાં આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા દરમિયાન નક્સલવાદીઓએ હુમલાનું કાવતરું ઘડયું હોવાનું કહેવાય છે. ત્યારબાદ પોલીસના સી-૬૦ કમાન્ડો, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ક્વિક એક્શન ટીમને નક્સલવાદીઓની શોધખોળ માટે મોકલવામાં આવ્યા હતા.

સી-૬૦ યુનિટની એક ટીમ મંગળવારે વહેલી સવારે રેપનયલ્લીથી પાંચ કિલોમીટર દૂર કોલામાર્ક જંગલ વિસ્તારમાં નક્લસવાદીઓએ પોલીસની ટીમ પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. સી-૬૦ યુનિટની ટીમે નક્સલવાદીઓને જોરદાર જવાબ આપ્યો હતો. ફાયરિંગ બંધ થયા પછી પોલીસ ઘટના સ્થળની આસપાસ સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. 

 રમિયાન ચાર નક્સલવા ી ડીવીસીએમ વર્ગેશ (માંગી ઇન્દ્રાવેલ્લી ક્ષેત્ર સમિતિના સેક્રેટરી, અને કુમુરામ ભીમ મંચેરિયલ વિભાગીય સમિતિના સ સ્ય), ડીવીસીએમ માગટુ (સિરપુર ચેન્નુર એરિયા કમિટી સેક્રેટરી), કુિ મેટ્ટા વ્યંક્ટેશ (પ્લાટુન સભ્ય), કુરસંગ રાજુ (પ્લાટુન મેમ્બર)ના મૃત ેહ મળી આવ્યા હતા. આ ચાર નક્સલવા ી મોસ્ટ વોન્ટેડ હતા. તેમના પર સરકાર દ્વારા કુલ રૃા.૩૬ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને અહીંથી એકે-૪૭ રાઇફલ, એક કાર્બાઇન, બે દેશી બનાવટની પિસ્તોલ, નક્સલ સામગ્રી મળી હતી. ફરી કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સી-૬૦ કમાન્ડોએ જંગલમાં પેટ્રોલિંગ વધારી દીધી છે. તાજેતરમાં નક્સલવાદીઓ ફરી વધુ સક્રિય બની ગયા છે. શહેરી નક્સલવાદનો મામલો સામે આવી રહ્યો છે. 

રાજ્યના મહત્વના શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવાનોના વિચારો બદલીને નક્સલ પ્રવૃત્તિમાં સામેલ કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના નક્સલ સમર્થક ૩૬ સંગઠનની પોલીસ માહિતી મેળવી છે. તેમના પર પણ નજર રાખવામાં આવી રહી છે.



Google NewsGoogle News