Get The App

ટીવી એકટ્રેસ મુસ્કાનની નણંદ હંસિકા મોટવાણી સામે પોલીસ ફરિયાદ

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
ટીવી એકટ્રેસ મુસ્કાનની નણંદ હંસિકા મોટવાણી સામે  પોલીસ ફરિયાદ 1 - image


પતિ, સાસુ તથા નણંદ હંસિકા પર ઘરેલુ હિંસાનો આરોપ

મિલ્કત સંબંધી છેતરપિંડી, , લગ્નજીવનમાં દખલગીરી સહિતના આરોપો સાથે ફરિયાદ

મુંબઈ  :  જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી  સમેત પરિવારજનો વિરુદ્ધ તેની ભાભી  મુસ્કાન નેન્સી જેમ્સએ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. મુસ્કાન પણ એક ટીવી એકટ્રેસ છે. તેનાં લગ્ન હંસિકાના ભાઈ પ્રશાંત સાથે થયાં છે. 

હંસિકાના ભાઈ પ્રશાંત મોટવાણીએ ટેલિવિઝનની પ્રખ્યાત  અભિનેત્રી મુસ્કાન નેન્સી સાથે ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. જો કે, બે વર્ષથી મુસ્કાન અને પ્રશાંત અલગ અલગ રહે છે.  મુસ્કાને તેના પતિ પ્રશાંત, સાસુ જ્યોતિ  મોટવાણી અને નણંદ હંસિકા વિરુદ્ધ  પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮- એ, ૩૨૩, ૫૦૪, ૫૦૬ અને ૩૪ હેઠળ ૧૮ ડિસેમ્બરે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

ફરિયાદ મુજબ, મુસ્કાને આરોપ લગાવ્યો છે કે તેની સાસુ અને નણંદે તેના લગ્ન જીવનમાં ઘણી દખલગીરી કરી છે અને તેના કારણે તેના પતિ સાથેના સંબંધો વણસ્યા હતા. મુસ્કાને તેના પતિ પ્રશાંત મોટવાણી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે અને દાવો કર્યો હતો કે ઘરેલું હિંસા, વધુ તણાવને કારણે ચહેરાનો લકવો થયો છે. 

આ રોગમાં ચહેરાની એક બાજુના સ્નાયુઓમાં અસ્થાયી નબળાઈ અથવા લકવાનું કારણ બને છે. તો મુસ્કાને તેના પતિ  સાસુ અને નણંદ સામે મોંઘી ભેટ અને પૈસાની માંગ અને  સંપત્તિ સંબંધિત છેતરપિંડીના અનેક આરોપો લગાવ્યા છે.

ફરિયાદના આધારે પોલીસે પ્રશાંત, જ્યોતિ અને હંસિકા મોટવાણી સામે  ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી  છે. મુસ્કાને આ અંગે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મેં હવે કાયદાકીય મદદ માંગી છે. હું આ બાબતે અત્યારે વધારે ટિપ્પણી આપવા માંગતી નથી. 

જો કે, હંસિકા મોટવાણીએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તો તેના ભાઈ પ્રશાંતે જણાવ્યું હતું કે ,હું દેશની બહાર છું. તેથી મને ખબર નથી કે શું થઈ રહ્યું છે. 

નોંધનીય છે કે, પ્રશાંતે ૨૦૨૦માં મુસ્કાનને પ્રપોઝ કર્યું હતું. જે બાદ બંનેએ ડિસેમ્બર્ર ૨૦૨૦માં જ લગ્ન કરી લીધા હતા. 

મુસ્કાન એક લોકપ્રિય ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. જેણે તેની અભિનયની કારકિર્દીની શરુઆત શો થોડી ખુશી થોડે ગમથી કરી હતી. આ બાદ માતા કી ચૌકી શોમાં તેની ભૂમિકાથી તેણે ખ્યાતિ મેળવી હતી અને ત્યારથી તે કોડ રેડ, ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ, એજન્ટ રાઘવ, ક્રાઈમ બ્રાંચ જેવા ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.



Google NewsGoogle News