ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામેના રેપ કેસમાં પોલીસનો ક્લોઝર રિપોર્ટ
- મૂળ અમદાવાદની એકટ્રેસે ખોટા આરોપો મૂક્યાનું તારણ
- અભિનેત્રીએ પુરાવા આપ્યા નહીં, વારંવાર ધ્યાન દોરવા છતાં પણ નિવેદન આપવા આવી જ નહીં
મુંબઈ : જેએસડબલ્યુ સ્ટીલના મેનેજિંગ ડાયરેકટર (એમ.ડી.) સજ્જન જિંદાલ વિરુદ્ધ ગત ડિસેમ્બર મહિનામાં મુંબઈના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પોલીસે બાન્દ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કલોઝર રિપોર્ટ આપ્યો છે એમાં દેશના ટોચના ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે બળાત્કારનો કેસ ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. જિંદાલને ખોટા ગુનામાં ફસાવવાના ઈરાદાથી અમદાવાદની એકટ્રેસે ખોટી ફરિયાદ નોંધાવી હતી એમ આ રિપોર્ટમાં જણાવાયું છે.
પોલીસે ગઈકાલે તા. ૧૬મી માર્ચે કોર્ટમાં આ ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે.
બાંદરા-કુર્સાલ કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે મહિલાએ હોટેલમાં જે દિવસે તેની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું તે દિવસે જિંદાલ તે હોટલમાં ગયા જ ન હતા.
કલોઝર રિપોર્ટ મુજબ પોલીસે હોટેલમાં સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા.
૩૦ વર્ષીય અભિનેેત્રીને લગ્નના સ્વપ્ન દાખવી, બંગલો અને કાર આપવાની તથા બિઝનેસ સેટ કરવાની ઓફર આપીને જિંદાલે તેની જાતીય સતામણી કરી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવી હતી. આ ઘટના ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૧ના બની હોવાનું અભિનેત્રીએ જણાવ્યું હતું.
મહિલાએ બોમ્બે હાઈકોર્ટમાં કોર્ટમાં રજૂઆત કરી હતી કે 'પીડિતાએ ફેેબુ્રઆરી, ૨૦૨૩માં બીકેસી પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ફરિયાદ પર ધ્યાન આપ્યું નહોતુ.તે પછી હાઈકોર્ટના આદેશથી ગત વર્ષે ડિસેમ્બરમાં બીકેસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસે ક્લોઝર રિપોર્ટમાં કહ્યું હતું કે મહિલો ઘટનાના ઘણા સમય પછી તેની ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તે પુરાવા આપવામાં પણ નિષ્ફળ રહી હતી.
પોલીસે વારંવાર કોર્ટમાં લખવા છતાં ફરિયાદી તેનું નિવેદન નોંધાવલા માટે હાજર રહી નહોતી. આમ તેણે કોર્ટનો સમય બગાડયો હતો.
પોલીસે ઘટના સ્થળની તપાસ સાક્ષીઓના નિવેદન નોંધતા અન્ય માહિતીના આધારે તારણ કાઢયું હતું કે મહિલા સાથે ગેરરીતિ થઈ નથી. ફરિયાદીએ સજ્જન જિંદાલને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.