નાસિકમાં હેલિકોપ્ટરમાંથી ઉતરેલા સીએમ શિંદેની બેગની પોલીસ દ્વારા તપાસ
તપાસમાં દવાઓ અને કપડાં સિવાય ખાસ કશું ન મળ્યું
2 દિવસ પહેલાં શિંદે મોટી બેગ સાથે દેખાતાં રાઉતે તેમાં કેશ હોવાનો આરોપ કર્યો હતો : આ તપાસને વિપક્ષે નાટક ગણાવી
મુંબઈ : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર આડે હવે ફક્ત બે દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે જેવા તેમના હેલિકોપ્ટરમાંથી નાસિકમાં ઉતર્યા કે તરત જ તેમની બેગોની ચૂંટણી તપાસ અધિકારી અને પોલીસે તપાસ કરી હતી.
બે-ત્રણ દિવસ પહેલાં જ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મુખ્યપ્રધાન શિંદે પર આરોપ કર્યો હતો કે શિંદે હેલિકોપ્ટરમાંથી પૈસાની બેગો ફેરવે છે. ત્યારબાદ શિંદે આજે જેવા હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યા કે તરત જ ત્યાં હાજર તપાસ ટીમે મુખ્યપ્રધાનની બેગોની તપાસ કરી હતી. જોકે શિંદેની બેગમાંથી કપડાં અને દવા જેવી વસ્તુઓ જ મળી આવી હતી.
મુખ્યપ્રધાનની બેગ તપાસવામાં આવ્યા બાદ તેમણે માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે હું કાયમ બેગો સાથે રાખું છું જેમાં મારા કપડા સહિત અન્ય જરૃરિયાતની વસ્તુઓ હોય છે.
રમિયાન પહેલાં જ્યારે શિં ે મસમોટી બેગો સાથે હેલિકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે જ તેમની બેગોની તપાસ શા માટે કરવામાં આવી નહીં અને હવે આરોપ કર્યા બા બેગો તપાસવામાં આવી છે. આ બીજુ કાંઈ નહીં પણ એક પ્રકારની નૌટંકી છે. આ ફક્ત સ્ટંટ કરવામાં આવ્યો છે અને શો-બાજી માટે આવું કરવામાં આવ્યું હોવાનો આરોપ વિરોધી પક્ષ નેતા અંબા ાસ ાનવેએ કર્યો હતો.
ચૂંટણી સમયે એરપોર્ટ પર અથવા ખાનગી વિમાનમાં પણ આ પ્રકારે તપાસ કરવાનો નિયમ છે જેનાથી દેશના વડાપ્રધાન કે કોઈપણ રાજ્યના મુખ્યપ્રધાન પણ બાકાત નથી અને તેથી જ તેમની પણ બેગો તપાસવી જ જોઈએ તેવું દાનવેએ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાન એકનાથ શિંદે બે- ત્રણ દિવસ પહેલાં હેલિકોપ્ટરમાંથી મસમોટી અને ભારે બેગો સાથે ઉતરતા નજરે પડયા હતા. ત્યારબાદ રાઉતે એવો આરોપ કર્યો હતો કે પોલીસ કર્મચારીઓને પણ આ બેગ ઉપાડવામાં તકલીફ થઈ રહી હતી તેથી આ બેગમાં એવું તે શું મૂકવામાં આવ્યું હતું? મસમોટી આ બેગો કઈ હોટલમાં ગઈ હતી, તેમાં રાખેલા પૈસા ક્યાં વિતરીત કરવામાં આવ્યા હતા તેનો વીડિયો અને ટૂંક સમયમાં જ પ્રગટ કરશું તેવું પણ જણાવ્યું હતું.
નાસિકમાં ફક્ત બે કલાક માટે મુખ્યપ્રધાન આવ્યા હતા. તો તેમની સાથેની મસમોટી બેગમાં શું હતું? શું તેઓ આ બેગમાં ૫૦૦ સૂટ કે ૫૦૦ સફારી સૂટ લાવ્યા હતા કે તેવો પ્રશ્ન પણ રાઉતે કર્યો હતો.