નગરસેવકની છાતી પર પિસ્તોલ મુકી ટ્રિગર દબાવ્યું પણ ગોળી ન છૂટી

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
નગરસેવકની છાતી પર પિસ્તોલ મુકી ટ્રિગર દબાવ્યું પણ ગોળી ન છૂટી 1 - image


મહારાષ્ટ્રમાં વધુ એક રાજકીય નેતાને ઠાર કરવાનો પ્રયાસ

છાતી પર પિસ્તોલ રાખી ટ્રિગર દબાવ્યું પણ ગોળી ફાયર ન થતા બચી ગયા

મુંબઇ :  મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ પર ગોળીબારની એક પછી એક ઘટના બનતા પરિસ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. ત્યારે અહમદનગરમાં  નગરસેવકની છાતીમાં પિસ્તોલમાંથી ગોળીબારનો પ્રયાસ કરાતા ચકચાર જાગી હતી. પિસ્તોલમાંથી ગોળી છુટી ન હોતી આથી સદ્ભાગ્યે નગરસેવકનો જીવ બચી ગયો હતો.

 રમિયાન કોલેજમાં ભણતા આરોપી કિશોરને પકડીને લોકોએ ઢોરમાર માર્યો હતો. પોલીસે આ વિદ્યાર્થીને પકડીને પોલીસે વધુ તપાસ આ રી છે. અગાઉના કોઇ વિવા  કે અન્ય કયા કારણથી નગરસેવક પર હુમલો કરાયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.  તાજેતરમાં ઉલ્હાસનગરમાં હિલલાઇન પોલીસ સ્ટેશનમાં જ શિવસેના શિં ે જૂથના કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે ગોળીબાર કર્યો હતો. જ્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના માજી નગરસેવક અભિષેક ઘોસાળકરની આરોપી મોરીસે  ફેસબુક લાઇવ કરતા ગોળી મારીને હત્યા કરી હતી. આ ઉપરાંત જળગાંવના ચાળીસગાંવ નગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક મહેન્દ્ર ઉર્ફે બાબુ મોરેનું ફાયરિંગમાં ગંભીરપણે જખમી થયા બા  હોસ્પિટલમાં સારવાર  રમિયાન મોત નિપજ્યું હતું.

આ તમામ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે અહમદનગરના પારનેરમાં બસ સ્ટેન્ડ પાસેના મુખ્ય ચોકમાં ગઇકાલે નગરસેવક યુવરાજ પઠારે તેમના ત્રણ- ચાર મિત્રો સાથે ચા પી રહ્યા હતા ત્યારે કોલેજમાં ભણતો કોલેજમાં ભણતો એક કિસોર દેશી બનાવટની પિસ્તોલ અને ચાકૂ  લઇને આવ્યો હતો. તેણે યુવરાજ પઠારેની છાતી પર પિસ્તોલ રાખી હતી.  તેમને શરૃઆતમાં આ વિદ્યાર્થી મજાક કરતો હોવાનું લાગ્યું હતું. આથી તેમણે મામલાને ગંભીરતાથી લીધો નહોતો. પરંતુ બાદમાં આરોપી કિશોરે પિસ્તોલમાંથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેણે ટ્રિગર દબાવ્યું પણ ફક્ત અવાદ આવ્યો હતો. ગોળી ફાયર થઇ નહોતી. પિસ્તોલમાં જ ગોળી ફસાઇ ગઇ હતી. તેણે ફરીથી ફાયરિંગ અને ચાકૂથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યાં હાજર લોકોએ તેના હાથમાંથી શસ્ત્ર આંચકીને મારઝૂડ કરી હતી. પારનેર પોલીસે હુમલાખોરને તાબામાં લીધો હતો. આ ઘટનાની જાણ થતા પઠારેના સમર્થકો પોલીસ સ્ટેશનમાં એકઠા થઇ ગયા હતા.

જૂની અદાવતને લીધે આ હુમલો કરાયો હોવાની શંકા છે. આરોપી કિશોર સાથે અન્ય બે તરુણ હતા અને તેઓ નાસી ગયા હોવાનું કહેવાય છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસ સીસીટીવીના આધારે ફરાર તરુણની શોધખોળ કરી હતી. જો કે આરોપી કિશોરે પોલીસને પૂછપરછમાં હુમલામાં તે એકલો સામેલ હોવાનું કહ્યું છે. પોલીસ દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.



Google NewsGoogle News