3 લાખની લાંચ લેતાં ઝડપાયેલા પીએફ ક્લાર્કને 3 વર્ષની કેદ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
3 લાખની લાંચ લેતાં ઝડપાયેલા પીએફ ક્લાર્કને 3 વર્ષની કેદ 1 - image


સીબીઆઈના છટકાંમાં ઝડપાયો હતો

રિટર્ન નહીં ભરવા માટે 10 લાખના દંડની ધમકી આપી 5 લાખ માગ્યા હતા

મુંબઈ :  નવી મુંબઈ પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ) ઓફિસના ક્લર્કને કંપની પાસેથી રૃ. ત્રણ લાખની લાંચ સ્વીકારવા બદલ વિશેષ સીબીઆઈ કોર્ટ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.

વિશેષ જજ અમિત શેટ્ટેએ આરોપી કલ્લાકુરી વિજય રામરાવ (૫૨)ને કસૂરવાર ઠેરવ્યા બાદ ત્રણ વર્ષની જેલ અને રૃ. ૫૦ હજારનો દંડ ફટકાર્યા છે. અન્ય આરોપીને ગુનામાં પ્રોત્સાહન આપવાના આરોપમાંથી મુક્ત કરાયો હતો. 

વિશેષ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું કે વાશીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ૨૦૦૨થી પીએફ રિટર્ન ભર્યા નહોતા આથી તેને નોટિસ બજાવાઈ હતી અને જુલાઈ ૨૦૦૮માં સુનાવણી માટે બોલાવી હતી.

કંપનીના પ્રતિનિધિે ફરિયાદમાં આરોપ કર્યો હતો કે તેઓ વાશીમાં પીએફ ઓફિસમાં આરોપીને મળ્યા હતા અને  આરોપી તેમને જાણ કરી હતી કે કંપનીને રૃ. દસ લાખનો દંડ કરાશે અને વધીને રૃ. ૫૦ લાખ થઈ શકે છે.

આરોપીએ મામલો સુલટાવવા માટે રૃ. પાંચ લાખ માગ્યા હતા, વાટાઘાટ બાદ રકમ રૃ. ત્રણ લાખ નક્કી થઈ હતી. આને પગલે ફરિયાદીએ સીબીઆઈમાં ફરિયાદ કરતાં  છટકું ગોઠવીને આરોપીને ૨૨ ઓગસ્ટ ૨૦૦૮ના રોજ લાંચ લેતાં પકડયો હતો.

આરોપી સામેના આરોપો પુરવાર કરવા પાંચ સરાકરી સાક્ષીદાર તપાસાયા હોવાનું સીબીઆઈ કોર્ટના અધિકારી અરુણ સાતપુતએ જણાવ્યું હતું.


Google NewsGoogle News