લિવિંગ વિલને માન્યતા આપવાની યંત્રણા અંગે હાઈ કોર્ટમાં અરજી
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપવા છતાં હજી કોઈ પગલા લેવાયા નથી
તબીબી સારવાર કઈ રીતની જોઈએ છીએ અથવા તો અવયવ દાન સંબંધિત ઈચ્છાનો લિવિંગ વીલમાં સમાવેશ થઈ શકે
મુંબઈ : લિવિંગ વિલને માન્યતા આપવાની યંત્રણા જાણવા માગતી જનહિત અરજી પર હાઈ કોર્ટે બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકાનો જવાબ મગાવીને છ સપ્તાહ બાદ સુનાવણી રાખી છે.
તબીબી સારવાર અંગેના આગતોરા નિર્દેશો સાથેનો દસ્તાવેજ વ્યક્તિ ગંભીર બીમાર હોય અથવા કથળતી આરોગ્ય સ્થિતિ હોય ત્યારે કરાવે છે જેનાથી આવી વ્યક્તિ પોતાની ઈચ્છા જાહેર કરે છે. આ દસ્તાવેજ વ્યક્તિ કોમામાં સરી પડે અથવા મૃત્યુ સમયે હોસ્પિટલને યોગ્ય પગલાં લેવા માટે રજૂ કરી શકાય છે.
લિવિંગ વિલમાં તબીબી સરાવાર કઈ રીતની જોઈએ છે અને સાથે અવયવ દાન સંબંધી તબીબી નિર્ણયોમાં તેની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે.
અરજીમાં જણાવાયું હતંંુ કે સુપ્રીમ કોર્ટે ૨૪ જાન્યુઆરીએ વ્યક્તિ માનભેર જીવ ત્યાગી શકે એ માટે એડવાન્સ મેડિકલ રિેક્ટિવ્સ (એએમડી) અથવા લિવિંગ વિલ તૈયાર કરી શકે એ માટે પદ્ધતિ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજદાર ડોક્ટર નિખિલ દાતારે જણાવ્યું હતું કે લિવિંગ વિલના કસ્ટોડિયન તરીકે સંબંધીત અધિકારીની નિયુક્તિ કરવા સ્થાનિક સરકાર પર કોર્ટે જવાબદારી સોંપી છે. કસ્ટોડિયનના અભાવે લિવિંગ વિલને કાયદાની માન્યતા રહેશે નહીં.મોટાભાગના લિવિંગ વિલ કરવા વાળા વરિષ્ઠ નાગરિકો છે અને આથી આ બાબત તાકીદની છે. આથી પાલિકાને કસ્ટોડિયન નિયુક્તિ કરવાનો નિર્દેશ આપવાની વિનંતી અરજદારે કરી હતી.
જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા નોમિનેટ કરાયેલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર તૈયાર કરવાનો નિર્દેશ જન આરોગ્ય ખાતાને આપવાની દાદ માગવામાં આવી હતી.
હોસ્પિટલ, ડોક્ટરો અને જનતામાં જાગરુકતા નિર્માણ કરવાનો નિર્દેશ આપવાની પણ દાદ માગવામાં આવી હતી જેથી નાગરિકોને હેરાનગતિ થાય નહીં.