Get The App

કેસ રદ કરવાની શેખર સુમન, ભારતી સિંહની અરજી ફરી દાખલ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કેસ  રદ કરવાની શેખર  સુમન, ભારતી સિંહની અરજી ફરી દાખલ 1 - image


કોમેડી શોમાં ધાર્મિક લાગણી દૂભવવાનો કેસ થયો હતો

બંનેના વકિલો ગેરહાજર રહેતાં અરજી જાન્યુઆરીમાં રદબાતલ થઈ હતી

મુંબઈ :  મુસ્લિમોની લાગણી કથિત રીતે દુભાવવાના કેસમાં પાયધૂની પોલીસ સ્ટેશને નોેંધેલાી એફઆઈઆર રદ કરવા કોમેડિયન ભારતી સિંહ અને અભિનેતા શેખર સુમને કરેલી અરજી બોમ્બે હાઈ કોર્ટે ફરી દાખલ કરી છે.

અગાઉ અરજદારો વતી વકિલો ગેરહાજર રહેવાથી આઠ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રદબાતલ થઈ હતી કોર્ટે કેસ ફરી હાથમાં લીધો છે. આ કેસ નવેમ્બર ૨૦૧૪ બાદ લિસ્ટિંગમાં આવ્યો નહોતો. અગાઉની એક સુનાવણીમાં કોર્ટે સિંહ અને સુમનને વચગાળાની રાહત આપીને તેમની સામે સુનાવણી પુરી થાય નહીં ત્યાં સુધી અકારા પગલાં નહીં લેવા પોલીસને આદેશ આપ્યો હતો. ૨૦૧૦ની એફઆઈઆર સોની એન્ટરટેઈનમેન્ટ ચેનલ, શેખર સુમન, ભારતી સિંહ અને સ્ક્રીપ્ટ રાઈટર સામે થયો હતો. આરોપ કરાયો હતો કે તેમણે કોમેડી શોરમાં કુરાનનું અપમાન કર્યું હતું. રઝા એકેડેમી, મુસ્લિમ બોડીએ ફરિયાદ નોંધાવીને દાવો કર્યો હતો કે કોમેડી સર્કસ શોમાં ઈસ્લામને લીને મજાક કરવામાં આવી હતી. 

અ ેવખતે પોલીસે જણાવ્યું હતું કે રેકોર્ડેડ વર્ઝન તપાસીને યોગ્ય પગલાં લેવામાં આવશે. ત્યારબાદ સિંહ અને સુમને કેસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.



Google NewsGoogle News