નિતેશ રાણે, ગીતા જૈન અને ટી રાજા સિંહ સામે કેસ નોંધવા હાઈકોર્ટમાં અરજી
મીરા રોડમાં રમખાણો ભડકાવવામાં ભૂમિકા નીભાવવનો આરોપ
પોલીસે આપમેળે કાર્યવાહી નહીં કરતાં : પીડિત ેસહિતના રહેવાસીઓએ અરજી કરી
મુંબઈ : જાન્યુઆરી મહિનામાં થાણે જિલ્લાના મીરા રોડમાં નયાનગરમાં થયેલી કોમી અથડામણ બાદ અને એ દરમ્યાન નફરત ફેલાવતું ભાષણ આપવાનો આરોપ કરીને મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે, અપક્ષ ધારાસભ્ય ગીતા જૈન (ભાજપ તરફી) અને તેલંગણાના ભાજપ ધારાસભ્ય રાજા સિંહ સામે એફઆઈઆર નોંધવાની દાદ માગીને મીરારોડના રહેવાસીઓએ અન્યો સાથે મળીને બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.
હિંસાના બે પીડિત સહિત પાંચ અરજદારોએ દાવો કર્યો હતો કે પોલીસે સુપ્રીમ કોર્ટના આ સંબંધી આદેશ છતાં આપમેળે કેસ નોંધવામાં પોલીસ નિષ્ફળ જતાં તેમણે કોર્ટમાં આવવું પડયું છે.
ન્યા. રેવતી મોહિતે-ઢેેરેની બેન્ચ સમક્ષ ૨૭ માર્ચના રોજ સુનાવણી થવાની સંભાવના છે. અરજદારે દાવો કર્યો હતો કે રમખાણ ચાલતા હતા ત્યારે રાણે અને અને સ્થાનિક ધારાસભ્ય જૈને મીરા રોડના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લઘુમતી કોમના સભ્યોને ભાષણ દ્વારા ધમકાવ્યા હતા. રાણેએ ગોવંડી અને માલવણી જેવા ઉપનગરના વિસ્તારોની મુલાકાત કરી હતી અને વધુ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યા હતા, એમ અરજીમાં જણાવાયું છે.
વધુમાં આરોપ કરાયો છે કે ટી. રાજા સિંહે ૨૫ ફેબુ્રઆરીએ મીરા રોડમાં રેલી દરમ્યાન કોમી ટિપ્પણીઓ કરી હતી. ત્રણે ધારાસભ્યો સામે અરજદારે પોલીસને આપમેળે કેસ નોંધવાનો નિર્દેશ આપવો જોઈએ એવી દાદ માગી છે.