Get The App

રિયા ચક્રવર્તી સામેની લૂક આઉટ નોટિસ રદ કરવાને પડકારતી અરજી ફગાવાઈ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
રિયા ચક્રવર્તી સામેની લૂક આઉટ નોટિસ રદ કરવાને પડકારતી અરજી ફગાવાઈ 1 - image


હાઈ પ્રોફાઈલ   વ્યક્તિ હોવાથી અરજી થઈ છે તેમ કહી ઝાટકણી

સુશાંત કેસમાં રિયા તથા તેના ભાઈ અને પિતા સામેની નોટિસ  ફગાવતા હાઈકોર્ટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો 

મુંબઈ :  અભિનેતા સશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી તપાસ દરમ્યાન સીબીઆઈએ અભિનેત્રી રિયા ચક્રવર્તી,  તેના ભાઈ શૌવિક અને તેમના પિતા સામે જારી કરેલા લુક આઉટ સર્ક્યુલરને રદ  કરતા બોમ્બે હાઈકોર્ટના આદેશ સામેની રાજ્ય સરકારની અપીલને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ન્યા. ગવઈ, ન્યા. વિશ્વનાથનની બેન્ચે અરજીને ફગાવતી વખતે નોધ કરી હતી કે આ અરજી  નિરર્થક  છે અને હાઈ પ્રોફાઈલ વ્યક્તિની સંડોવણી હોવાને કારણે અરજી કરવામાં આવી છે.

એલઓસી હેઠળ કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય વિદેશ જતાં વ્યક્તિને રોકવામાં આવે છે.આને લીધે ચક્રબોર્તીને વિદેશમાં કામ માટે જવામાં અડચણો આવતી હોવાથી આ અરજી કરવામાં આવી છે. હાઈ કોર્ટે અગાઉ રિયાને દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા એલઓસી કામચલાઉ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. 

ફેબુ્રઆરીમાં બોમ્બે હાઈ કોર્ટે એલઓસી રદ કરતા આદેશમાં જણાવ્યું હતંંુ કે એજન્સી  સર્ક્યુલર જારી કરવાનું કારણ જણાવી શકી નથી.  માત્ર એફઆઈઆર રજિસ્ટર થઈ હોવા માત્રથી એલઓસી જારી કરવાનું કેટલું યોગ્ય છે એવો સવાલ કોર્ટે સીબીઆઈની દલીલ સામે કર્યો હતો. અધિકારક્ષેત્ર પણ વધુ એક મુદ્દો છે કેમ કે એફઆઈઆર પટનામાં થઈ છે. દિલ્હીમાં સીબીઆઈએ કેસ હાથમાં લીધો એ પૂર્વે રાજપૂતના પરિવારે કરેલી ફરિયાદ પર આ કેસ નોંધાયો હતો. રિયા અન રાજપુત મુંબઈમાં રહેતા હોવાથી મુંબઈ યોગ્ય સ્થળ છે કેસ નોંધવા માટેનું અને સીબીઆઈ પણ અહીં તપાસ કરી રહી છે.

ફેબુ્રઆરીમાં બોમ્બે હાઈ કોર્ટે એલઓસી રદ કરતા આદેશમાં જણાવ્યું હતંંુ કે એજન્સી  સર્ક્યુલર જારી કરવાનું કારણ જણાવી શકી નથી. એફઆઈઆર ટાંકવાનું પુરતું નથી અને એટલું માત્ર સર્ક્યુલર જારી કરવા માટે કારણ હોઈ શકે નહીં, એમ હાઈ કોર્ટે નોંધ કરી હતી. ચુકાદાને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારતાં કોર્ટે અપીલ ફગાવી છે.

સીબીઆઈએ અગાઉના આદેશને ટાંકીને દલીલ કરી હતી કે રિયાએ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાનો ઈનકાર કરતો આદેશ અગાઉ આપી દેવાયો છે. કોર્ટે જોકે અ ાકેસ ૨૦૨૦થી પ્રલંબિત છે અને સીબીઆઈએ આરોપનામું પણ દાખલ ક ર્યું નહોવાનું ધ્યાન દોરીને વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.આ કોઈ આર્થિક કૌભાંડ નથી કેસ ક્યાંક તો સમાપન થવું જોઈએ. એક કેસમાં સાક્ષીદાર સામે એલઓસી જારી કરાતાં આજીવિકા રળવા વિદેશ જઈ શકતો નહોતો. આવા કેસ હોય તો કયો સાક્ષીદારો આગળ આવશે? એલઓસી રદ કરવામા ંતમને શું ભય છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.

રિયાએ  તપાસમાં સહકાર આપ્યો હોવાનું કબૂલ્યું હતું પણ આરોપનામું ક્યારે દાખલ થશે એ કહી શકાય તેમ નહોવાનું જણાવ્યું હતું. તેમને સમન્સ નથી પાઠવાતા અટેલે તપાસ ચાલતી નથી એવો અર્થ નથી. એલઓસી માત્ર  સાવચેતીને લઈને જારી કરાયું છે. વ્યક્તિ નાસી જાય ત્યાં સુધી તેનો ઈરાદો કળી શકાતો નથી.

આના જવાબમાં કોર્ટે સમયસર કાનૂની પ્રક્રિયા ચલાવવા પર ભાર મૂક્યો હતો. સાડા ત્રણ વર્ષ થયા છે અને હજી ચાર્જશીટના ઠેકાણા નથી.



Google NewsGoogle News