Get The App

સલમાનના ઘરે ફાયરિગની સુપારી માટે પૈસાની વ્યવસ્થા કરનારો ઝડપાયો

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સલમાનના ઘરે ફાયરિગની સુપારી માટે પૈસાની વ્યવસ્થા કરનારો ઝડપાયો 1 - image


સલમાન ફાયરિંગ કેસમાં વધુ 1ની ધરપકડ

હરિયાણાના ફરિદાબાદના હરપાલસિંહે ફાયરિંગ માટે મોહમ્દ રફીકને રૃ. 2થી 3 લાખ આપ્યા હતા

મુંબઇ : બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનના બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગના મામલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ એક ગુંડાની હરિયાણાથી ધરપકડ કરવામા ંઆવી છે. તેણે ગોળીબાર માટે સુપારી આપવા પૈસાની વ્યવસ્થા કરી હોવાનું કહેવાય છે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ફરીદાબાદના ૩૪ વર્ષીય હરપાલસિંહને પકડીને વધુ તપાસ આદરી છે. 

આ ચકચારજનક મામલામાં અગાઉ પકડાયેલા મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન ગુનામાં હરપાલસિંહની સંડોવણીની જાણ થઈ હતી. તેણે મોહમ્મદ રફીકને ગોળીબાર માટે રૃ. બેથી ત્રણ લાખ આપ્યા હોવાનું કહેવાય છે.

૧૪ એપ્રિલના વહેલી સવારે સલમાનના ઘર પર પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. ગોળીબાર બાદ હુમલાખોરો બાઇક રઝળતી હાલતમાં છોડીને નાસી ગયા હતા.

પોલીસે બે શૂટર્સ વિકી ગુપ્તા અને સાગર પાલની કચ્છમાં માતાના ગઢથી  ધરપકડ કરી હતી. પછી અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ કસ્ટડીમાં જ આરોપી અનુજ થાપને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ હુમલાની જવાબદારી સ્વીકારતા સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. 

તાજેતરમાં સલાન ખાન પર હુમલાનું વધુ એક કાવતરું નિષ્ફળ બનાવની નવી મુંબઈ પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા હતા.

પનવેલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેને ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં અભિનેતાને નુકસાન પહોંચાડવાના ષડયંત્ર વિશે ઇનપુટ મળ્યા હતા.

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તથા વિદેશમાં રહેતા તેના નાના ભાઈ અનમોલ સાથે સંપર્ક ધરાવતા આરોપીઓની ધરપકડ કરી હતી.

બિશ્નોઈ ભાઈઓના આદેશ પર તેમણે સલમાનના પનવેલના ફાર્મ હાઉસ, બાંદરાના ઘર તેમ જ તેની ફિલ્મના શૂટિંગના સ્થળની રેકી કરી હતી.

પોલીસે ઇનપુટ્સ એકત્ર કર્યા પછી એપ્રિલમાં લોરેન્સ બિશ્નોઈ, અનમોલ સહિત ૧૭ લોકો સામે કેસ નોંધ્યો હતો.

નવી મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓ અને બાતમીદારો બિશ્નોઈ ગેંગના વોટ્સએપ અને અન્ય સોશિયલ મિડિયા ગુ્રપમાં ઘૂસ્યા હતા. એના આધારે પોલીસે બિશ્નોઈ ગેંગની ગતિવિધિ પર નજર રાખી હતી. તેઓ હુમલા માટે પાકિસ્તાનથી શસ્ત્રો ખરીદવાના હતા. આ માટે આરોપીએ પાકિસ્તાનમાં ડોંગર નામની વ્યક્તિ સાથે વિડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. ટોળકીએ હુમલા માટે સમીર આરોપીને તૈયાર કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.



Google NewsGoogle News