26/11ના હુમલાખોરોને ઓળખવા અબુ જુંદાલની પૂછપરછની પરવાનગી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
26/11ના હુમલાખોરોને ઓળખવા અબુ જુંદાલની પૂછપરછની પરવાનગી 1 - image


લશ્કરે તૈયબાના હેન્ડલરોને ઓળખવા માટે પોલીસની અરજી માન્ય

ઔરંગાબાદ શસ્ત્ર  જપ્તીના કેસમાં જન્મટીપ ભોગવી રહ્યો છે :  ડિજિટલ ઉપકરણો લઈ જઈ પૂછપરછ કરી શકાશે

મુંબઈ :  ૨૬ નવેમ્બરના આતંકી હુમલાના કાવતરામાં સંડોવાયેલા લશ્કરે તૈયબાના હુમલાખોરોને શોધવા હુમલાના હેન્ડલર મનાતા સૈયદ ઝૈબુદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલની મદદ લેવાની મુંબઈ પોલીસને વિશેષ કોર્ટે પરવાનગી આપી છે.

જુંદાલ ૨૦૧૨માં પકડાયો ત્યારથી કસ્ટડીમાં છે. જજે જણાવ્યું હતું કે તળોજા સેન્ટ્રલ જેલ સુપરિન્ટેન્ડન્ટે જેલ ઓથોરિટીની હાજરીમાં જુંદાલ સાથે અધિકારીઓને મળવા અને નિવેદન રેકર્ડ કરવાની પરવાનગી આપવી મંગળવારથી શનિવાર રોજ સવાર ે૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પૂછપરછની પરવાનગી આપી છ. અધિકારીઓને જેલમાં લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણો લઈ જવા દેવાની પરવનાગી અપાઈ છે.

૨૦૧૬માં વિશેષ કોર્ટે જુંદાલ સહિત ૧૨ને જન્મટીપની સજા ફટકારી હતી. તેમની સામે ઔરંગાબાદ શ્સ્ત્ર જપ્તીનો કેસ હતો.

જુંદાલને દિલ્હી પોલીસે સાઉદી અરેબિયાથી ડિપોર્ટ કરાયા બાદ કસ્ટડીમાં લીધો હતો. ક્રાઈમ બ્રાંચે ૨૬ નવેમ્બરના હુમલાના કેસમાં તેની કસ્ટડી લીધી હતી.હુમાલામાં સંકળાયેલા ૧૦ આતંકીઓનો હેન્ડલર હોવાની શંકા છે.



Google NewsGoogle News