Get The App

મહારાષ્ટ્રમાં નાણાં ફ્રોડમાં લોકોએ એક વર્ષમાં ૩૮ હજાર કરોડ ગુમાવ્યા

Updated: Feb 4th, 2025


Google News
Google News
મહારાષ્ટ્રમાં નાણાં ફ્રોડમાં લોકોએ એક વર્ષમાં ૩૮ હજાર કરોડ ગુમાવ્યા 1 - image


રાજ્યમાં એક વર્ષમાં આર્થિક ફ્રોડના ૨,૧૯ લાખ કેસ નોંધાયા

સમગ્ર રાજ્યમાં મુંબઈે ફાયનાન્સિઅલ ફ્રોડમાં ટોપ પરઃ  ૫૧ હજારથી વધુ કેસમાં લોકોએ ૧૨ હજાર કરોડ ગુમાવ્યા

મુંબઈ -  મુંબઈને દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. પરંતુ સૌથી વધુ નાણાંકીય છેતરપિંડી મુંબઈમાં થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. નાણાંકીય છેતરપિંડીઓમાં મુંબઈ પછી પુણેનો નંબર આવે છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના આંકડાઓ અનુસાર છેલ્લા વર્ષમાં નોંધાયેલા નાણાંકીય ગુનાના કેસોની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં મહારાષ્ટ્રમાં ગત વર્ષે નાણાંકીય છેતરપિંડીના કુલ ૨.૧૯ લાખ કેસો નોંધાયા હતા. આ કેસોમાં કુલ ૩૮ હજાર કરોડથી વધુની રકમની છેતરપિંડી કરાઈ હતી.

 જેમાં માત્ર મુંબઈમાં જ નાણાંકીય છેતરપિંડીના ૫૧,૮૭૩  કેસો નોંધાયા હતા. જેમાં મુંબઈગરાંઓને ૧૨,૪૦૪.૧૨  કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.

પુણેમાં   કુલ ૨૨,૦૫૯ કેસ નોંધાયા હતા.   જેમાં લોકોએ કુલ ૫૧૨૨૨.૬૬ કરોડ ગુમાવ્યા હતા. 

દરમિયાન ગત વર્ષમાં મુંબઈ પછી થાણે જિલ્લામાં નાણાંકીય ગુનાના ૩૫, ૩૮૮ જેટલા કેસો નોંધાયા હતા.  તેમાંથી થાણે શહેરમાં જ ૨૦, ૮૯૨  કેસો, નવી મુંબઈમાં ૧૨, ૨૬૦ કેસો અને થાણે ગ્રામીણમાં ૧૨૩૬ કેસો નોંધાયા હતા.

થ??????????????????????????????????????૮૫૮૩.૬૧?????????????????????????????????????????????????????????૧૧??૭૫૪???????????????????????????????????????????????????૧૪૩૧.૧૮????????????????????????????????????

 નાગપુર શહેરમાં છેતરપિંડીના ૧૧,૮૭૫ કેસો નોંધાયા હતા. આ જ સંખ્યા નાગપુર ગ્રામીણમાં ૧૬૨૦ રહી હતી. તો નાગપુર જિલ્લામાં નાણાંકીય છેતરપિંડીથી થયેલા નુકસાનની રકમ ૧૪૯૧.૦૭ કરોડ રહી હતી.

નાસિકમાં આવા ગુનાઓની સંખ્યા ૯૧૬૯ રહી હતી. જેમાંથી ૬૩૮૧ ગુના નાસિક શહેરમાં અને ૨૭૮૮ ગુના નાસિક ગ્રામીણમાં નોંધાયા હતા. જેમાં કુલ ૧૦૪૭.૩૨ કરોડનું નુકસાન થયું હતું. તો છત્રપતિ સંભાજી નગરમાં ૬૦૯૦ કેસમાં ૫૪૩.૬૧ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. છત્રપતિ સંભાજીનગર શહેરમાં ૪૮૩૭ અને અમરાવતીમાં  ૧૮૧૯ કેસો નોંધાયા હતા. તો સોલાપુર જિલ્લામાં ૩૪૫૭ ગુનામાં ૩૯૪.૫૪ કરોડની છેતરપિંડી થઈ હતી.

આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં બુલઢાણામાં ૧૫૩૧ ગુના, ચંદ્રપુરમાં ૧૭૯૨ ગુના અને લાતુરમાં ૧૬૨૪ ગુનામાં અનુક્રમે રુ. ૨૩૯.૧૯ કરોડ, રુ. ૧૭૫.૩૯ કરોડ અને રુ. ૨૪૦.૪૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.


Tags :
crorefraudMaharashtra

Google News
Google News