ઐશ્વર્યાએ અભિષેકને બર્થડે વિશ કરતાં લોકોએ નિમરતની માફી માગી
અભિષેક સાથે અફેર માટે અમથી વગોવી
હવે છૂટાછેડાની ચર્ચા પર કાયમી પૂર્ણવિરામ મૂકાઈ જવાની ચાહકોને આશા
મુંબઇ - અભિષેકના બર્થ ડે નિમિત્તે ઐશ્વર્યાએ તેના બાળપણની તસવીર શેર કરી તેને બર્થ ડે વિશ પાઠવી હતી. ઐશ્વર્યાની આ પોસ્ટ બાદ કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા પર નિમરત કૌરની જાહેર માફી માગી હતી.
લોકોએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે નિમરતને આપણે અમથી બદનામ કરી છે. તે આપણી જાહેર માફીની હક્કદાર છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી એવી અફવાઓ પ્રવર્તતી હતી કે અભિષેક અને નિમરત કૌર વચ્ચે અફેર ચાલે છે અને તેના કારણે અભિષેક ઐશ્વર્યા રાયથી છૂટાછેડા લેવાનો છે.
કેટલાય લોકોએ હવે ઐશ્વર્યા અભિષેકના છૂટાછેડાની ચર્ચા પર કાયમી પૂર્ણવિરામ મૂકાઈ જશે તેવી પણ લાગણી પ્રગટ કરી હતી.
હજુ ગત નવેમ્બરમાં ઐશ્વર્યા રાયનો જન્મદિવસ હતો ત્યારે બચ્ચન પરિવાર તરફથી ઐશ્વર્યાને બર્થ ડે વિશ પાઠવાઈ ન હતી કે તેની બર્થ ડે પાર્ટીના કોઈ ફોટા પણ પ્રગટ થયા ન હતા. પાછલાં મહિનાઓમાં ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવના અનેક સંકેત મળ્યા હતા. જોકે, હાલ પૂરતું તેમનાં દામ્પત્ય જીવનમાં ઉઠેલું તોફાન શમી ગયું હોવાનું મનાઈ રહ્યું છે.