Get The App

પીયુસી નહીં હોય તો 10 હજાર સુધીનો દંડ

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
પીયુસી  નહીં હોય તો 10 હજાર સુધીનો દંડ 1 - image


પ્રદૂષણ ડામવા એજન્સીઓ સક્રિય

લેભાગુ પીયુસી ટેસ્ટિંગ સેન્ટરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાશે

મુંબઈ :  મુંબઈમાં પ્રદૂષણ ડામવા પીયુસી વિનાના વાહનોને દસ હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવાનું શરુ કરાયું છે. 

ટ્રાન્સપોર્ટ કમિશનરે ે મહારાષ્ટ્રની તમામ ૫૦ આરટીઓની ઉક્ત અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. એક સિનીયર આરટીઓ ઓફિસરે જણાવ્યું હતું કે પહેલા ગુના બદલનું ૩ મહિના માટે ડ્રાઈવિંગ લાઈસંસ સસ્પેન્ડ થવા ઉપરાંત રૃ.૨૦૦૦નો દંડ કરાશે. જો ડ્રાઈવર વાહનનો માલિક બને એ રૃ.૨-૨ હજાર ભરવા પડશે. ત્યાર પછીના દરેક ગુના બદલ રૃ.૫૦૦૦નો દંડ કરાશે.

 રમિયાન, ટ્રાન્સપોર્ટ કમિશનરે જણાવ્યું હતું કે લેભાગુ પીયુસી ટેસ્ટિંગ સેન્ટરો સામે એફઆઈઆર નોંધાશે. પીયુસી પેનલ્ટીનું એવી રીતે આયોજન કરાયું છે કે વેલિડ પીયુસી નહિં રાખનાર વાહનનો માલિક ડ્રાઈવર ન હોય તો કાર્સ અને ભારેે વાહનોને બીજા ગુના પછી રૃ.૧૦,૦૦૦ સુધીનો  ંડ થઈ શકે છે. અલબધા, ટુ અને થ્રી વ્હીલરો માટેની ફાઈન પહેલાં ગુના બ લ રૃ.૧૦૦૦ અને ત્યાર પછીના ગુનાઓ  માટે રૃ.૩૦૦૦ જ યથાવત રખાઈ છે એ ઉપરાંત, એમનું લાઈસંસ ૩ માસ માટે સસ્પેન્ડ કરાશે.

ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનર પ્રવિણ પડવલે પણ તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓને વાયુ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે કારવાઈ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે પીયુસી સર્ટિફિકેટ નહિં ધરાવતા વાહનો વિરુદ્ધ સિનીયર પોલીસ ઓફિસરો સેન્ટ્રલ મોટર વેહિકલ રુલ્સ હેઠળ પગલાં લેશે. બીએમસીના પ્રદુષણ ઘટાડવા માટેની ગાઈડ લાઈન્સને દોહરાવી ટ્રાફિક પોલીસ ઓફિસરોએ કહ્યું હતું કે રેડી મિકસડ   ક્રોન્કિટ સહિતની બાંધકામ સામગ્રી ઢાંકેલા વાહનોમાં કન્સ્ટ્રકશન સાઈટસ સુધી લઈ જવી પડશે. 

ઈન્ફ્રા પ્રોજેકટસ સાથે જોડાયેલી મોટી કંપનીઓને પણ નોટિસો

બીએમસીએ મેટ્રો-૩  પ્રોજેકટનું બાંધકામ કરતી જે.કુમાર ઈન્ફ્રા પ્રોજેકટસને બીકેસીમાં પ્રદુષણ ઘટાડવા માટેના પગલાં નહિં લેવા બદલ સ્ટોપ વર્ક નોટિસ બજાવી છે. બીકેસી, બાન્દ્રા ઈસ્ટ અને સાંતાક્રુઝ ઈસ્ટની ૪૦ ખાનગી કન્સ્ટ્રકશન સાઈટસ વિરુદ્ધ પણ આવું જ પગલું ભરાયું છે.

મહારાષ્ટ્ર પ્રદુષણ નિયંત્રણ મંડળે પણ એચસીસીએલ એન્ડ ટી અને નાગાર્જુના  જેવી વિવિધ મોટી કન્સ્ટ્રકશન  કંપનીઓના ૧૪ રેડી મિકસ્ડ કોન્ક્રિટ પ્લાન્ટસને શોકોઝ નોટિસો આપી છે. આ કંપનીઓ કોસ્ટલ રોડ, મેટ્રો કોરિડોર્સ અને મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ) જેવા શહેરના મોટા ટ્રાન્સપોર્ટ પ્રોજેકટસના બાંધકામ સાથે જોડાયેલી છે. એમણે પણ પ્રદુષણ નિયંત્રણ માટેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.



Google NewsGoogle News