વટાણા 200 રૃપિયે અને ફ્લાવર 100 રૃપિયે કિલો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વટાણા 200 રૃપિયે અને ફ્લાવર 100 રૃપિયે કિલો 1 - image


એપીએમસીમાં શાકભાજીની આવક ઘટી

વરસાદને લીધે શાકભાજી બગડવાથી અને શ્રાદ્ધપક્ષમાં માગ વધવાથી ભાવમાં ઉછાળો

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પડેલા વરસાદને કારણે બગડી ગયેલા લીલા શાકભાજી અને શ્રાદ્ધપક્ષમાં વધેલી માગણીને કારણે શાકના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. વટાણાનો ભાવ ૧૫૦થી ૨૦૦ રૃપિયે કિલો અને ફ્લાવરનો ભાવ ૮૦થી ૧૦૦ રૃપિયે કિલો પર પહોંચ્યો છે.

નવી મુંબઈની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં મંગળવારે ૬૨૬ ટ્રક-ટેમ્પોમાં ૨૪૧૦ ટન શાક આવ્યું હતું. વરસાદને કારણે ે શાકભાજી બગડી જવાને કારણે શાકની આવકમાં ઘટાડો થયો છે. પરિણામે ભાવ વધ્યા છે.

શાકભાજીના રિટેલના ભાવ આ પ્રમાણે છે. કોથમીરની ઝૂડી ૪૦થી ૫૦ રૃપિયા, પાલક ૪૦થી ૫૦ રૃપિયા, ફ્લાવર ૮૦થી ૧૦૦ રૃપિયા, ગુવાર ૮૦થી ૧૦૦ રૃપિયા, દૂધી અને ભોપલા ૬૦થી ૭૦ રૃપિયા, સિમલા મરચા ૬૦થી ૮૦ રૃપિયા અને વટાણા ૧૫૦થી ૨૦૦ રૃપિયા કિલો વેંચાય છે. મેથીની ભાજી હોલસેલમાં ૧૦થી ૧૫ રૃપિયે ઝૂડી વેંચાય છે અને રિટેલમાં ૨૦થી ૨૫ રૃપિયા છે.



Google NewsGoogle News