માત્ર 7 હજાર ભરો અને પોતાના નામનું વૃક્ષ વાવો
મીરા-ભાયંદર મહાનગરપાલિકાની અનોખી વૃક્ષ દત્તક યોજના
વૃક્ષને તમારું નામ આપો અને વૃક્ષોની જાળવણી મહાનગરપાલિકા કરશે
મુંબઈ - ઝાડ લગાડવાનું અને તેનું જતન કરવાની અનેક ઈચ્છા હોય છે. પરંતુ, જગ્યા અને સમયના અભાવે તે શક્ય નથી. આવા નાગરિકો માટે મહાનગરપાલિકાએ અનોખી વૃક્ષ દત્તક યોજના શરૃ કરી છે. એક વૃક્ષ દત્તક લેવા માટે ૭ હજાર રૃપિયા ચૂકવો અને તે વૃક્ષને તમારું નામ આપો. જે તે વૃક્ષની કાળજી મહાનગરપાલિકા લેશે એવું આ આયોજનછે.
મીરા-ભાયંદરનો ગ્રીન બેલ્ટ વધારવા માટે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. એક ચોક્કસ વય સુધી વૃક્ષોની નિયમિત કાળજી લેવી જરૃરી છે, તેમ છતાં વહીવટીતંત્રની કામગીરી અને અન્ય બાબતોને કારણે તેના પર દુર્લક્ષ કરવામાં આવે છે.પરિણામે આ વાવેલા વૃક્ષો થોડા વર્ષોમાં વિવિધ કારણોને કારણે જ મરવા લાગે છે. આથી આ બાબત પર રોક લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે વૃક્ષો દત્તક આપવા માટે જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ, મ્યુનિસિપલ અધિકારી અને અન્ય સામાજિક કાર્યકરો કે જનપ્રતિનિધિઓને આપવાની યોજન આગળ લાવ્યા છે. જેથી દરેક વૃક્ષ પરવિશેષ ધ્યાન આપવું પણ શક્ય બનશે અને સમાજમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ પણ મળશે.
જે મુજબ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોને વહીવટીતંત્ર પાસેથી વૃક્ષો વાવવા માટે ચોક્કસ જગ્યા આપશે. મહત્વની વાત એ છે કે આ વૃક્ષો વાવ્યા બાદ તેની વધુ જાળવણી, પોષણ અને કાળજીની જવાબદારી મહાનગરપાલિકા પોતે જ લેશે. પરંતુ, આ માટે સંબંધિત વ્યક્તિ પાસેથી પ્રતિ વૃક્ષ ૭ હજાર રૃપિયા લેવામાં આવશે. અગાઉ વૃક્ષ દત્તક યોજનાનો લાભ માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓને જ આપવામાં આવતો હતો. પરંતુ, હવે કમિશનરે જાહેરાત કરી છે કે આ યોજનાનો લાભ સૌ કોઈ લઈ શકશે.
વૃક્ષોને પોતાનું નામ આપી શકાશે..
મ્યુનિસિપલ કોર્પોરેશનની ઁઝાડ દત્તક' યોજનાનો લાભ લેનારા લોકોને તેમણે દત્તક લીધેલાં જે વૃક્ષો છે એને તેઓ પોતાની પસંદગી અનુસાર નામ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ આ યોજનાનો લાભ લીધા બાદ સંબંધિત વ્યક્તિને સમયાંતરે જીઓ ટેગિંગ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે.