દર્દીઓને રસ્તા પર સુવડાવી દોરડેથી બાંધેલી ગ્લુકોઝની બોટલો ચઢાવાઈ

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
દર્દીઓને રસ્તા પર સુવડાવી દોરડેથી બાંધેલી ગ્લુકોઝની બોટલો ચઢાવાઈ 1 - image


મહારાષ્ટ્રના બુલઢાણામાં પ્રસાદ ખાધા બાદ આશરે 500ને ફૂડ પોઈઝનિંગ

વીડિયો સોશિયલ મીડિયા થકી દેશભરમાં વાયરલ થતાં જીડીપીમાં અગ્રેસર મહારાષ્ટ્રની આરોગ્ય વ્યવસ્થાની આબરુના ધજાગરા

મુંબઇ :   દેશનાં ઔદ્યોગિક રીતે સૌથી પ્રગતિશીલ મનાતાં અને રાષ્ટ્રના જીડીપી તથા વેરાઓની આવકમાં અગ્રેસર મહારાષ્ટ્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય જેવી  પ્રાથમિક બાબતોમાં કેવું લોલમલોલ ચાલે છે તેના પુરાવા રુપે બુલઢાણા જિલ્લામાં ફૂડ પોઈઝનિંગના સેંકડો દર્દીઓન રીતસર રોડ પર જ સુવડાવી  ઈ  ોરડેથી બાંધેલી ગ્લૂકોઝની બોટલો ચઢાવી સારવાર કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા થકી  ેશભરમાં વાયરલ થતાં રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં કેવી પોલમપોલ ચાલે છે તે બહાર આવ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બા  હાંફળાફાંફળા બનેલા સ્થાનિક અધિકારીઓએ એવો બચાવ કર્યો હતો કે એકસાથ ેઅસંખ્ય   ર્ીઓ આવી જતાં હોસ્પિટલમાં પૂરતા બેડ ન હતા અને તે વખતે તત્કાળ પ્રાથમિક સારવાર માટે આ વ્યવસ્થા કરવી પડી હતી. મહારાષ્ટ્રમાં અગાઉ થાણે તથા ઔરંગાબા  સહિતના શહેરોમાં   ર્ીઓનાં ટપોટપ મોતની ઘટના પછી આ ફરી વખત રાજ્યનું આરોગ્ય તંત્ર  ેશભરમાં બ નામ થઈ ગયું છે. 

બુલઢાણા જિલ્લાના  લોનાર તાલુકાના સોમથાના ગામમાં ખાપરખેડા મંદિરમાં હરિનામ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે રાતે આ મંદિરમાં પ્રસાદ ખાધા પછી ૫૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. 

પ્રસાદ આધા પછી ભક્તોને ઉબકા આવવા, ચક્કર આવવા અને ઉલટી થવી જેવા લક્ષણો દેખાતા તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દર્દીઓને બીબીની ગ્રામીણ હોસ્પિટલમાં, તથા લોનારની અને મેળરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં બેડની અછત હોવાથી ઘણાં દર્દીઓને હોસ્પિટલની બહાર સારવાર આપવામાં આવી હતી. 

જોકે, આ દરમિયાન વૃક્ષ ો વચ્ચે કપડાં સુકવવા માટે દોરડું બંધાય તે રીતે બાંધેલા દોરડા પર ગ્લૂકોઝની બોટલો લટકાવીને નીચે રોડ પર જ સુવડાવી દેવાયેલા દર્દીઓને આ બોટલ ચઢાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો  વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં તંત્રમાં ભારે દોડધામ મચી હતી. 

બુલઢાણા જિલ્લાના કલેકટર કિરણ પાટિલે કહ્યું કે દર્દીઓની તબિયત સ્થિર હતી અને મોટા ભાગના દર્દીઓને બુધવારે રજા આપવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને અન્ય તબીબી સાધનો સાથેની ડોકટરોની ટીમ ગામમાં હાજર રાખવામાં આવી હતી તેવું તેમણે કહ્યું હતું. કલેકટરે કહ્યું હતું કે 'પૃથક્કરણ માટે પ્રસાદના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અને ઇન્કવાયરી શરૃ કરવામાં આવશે.'



Google NewsGoogle News