બર્થ અને મેરેજ સર્ટિ માગી પ્રવાસીઓને વિમાનમાં ન બેસવા દેવાયા
વિદેશી વિમાની કંપનીએ ભેદભાવ કર્યો હોવાની ફરિયાદ
સેંટ કિટ્સ જતા પ્રવાસીઓએ એરપોર્ટથી પાછા ફરવું પડયું, છેવટે છેક ૨૨મી તારીખે ઉડ્ડયનની મંજૂરી મળી
મુંબઇ : સ્તાવેજની ચકાસણીના મુદ્દે કેએલએમ એરલાઇન્સના પાંચ પેસેન્જર ૧૧મી ફેબુ્રઆરીએ સેંટ કિટ્સ જવા મુંબઈથી વિમાનમાં સવાર થઈ શક્યા હતા. આ પાંચ પ્રવાસીની ફ્લાઇટ ૧૧મી ફેબુ્રઆરીએ નિર્ધારિત હતી. કેએલએમની ક્લાઇટ મુંબઈથી સેંટ કિટ્સ અને નેવિસ ેશ જવાની હતી. આ પાંચ પ્રવાસીને તે િ વસે વિમાનમાં બેસવા ેવામાં આવ્યા નહોતા. ભારતીય પ્રવાસીઓ સામે એરલાઇન્સ ભે ભાવ કરી રહી છે તેવો પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો. સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી કરી હતી.
૧૧મી ફેબુ્રઆરીએ આ પ્રવાસીઓ પાસે મેરેજ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો માગ્યા હતા. જે દેશમાં તેમનું જવું હતું ત્યાંની ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. આથી આ દસ્તાવેજો માગવાની જરૃર નહોતી, તેવું પ્રવાસીઓએ કહ્યું હતું. જે જરૃરી દસ્તાવેજો એરલાઇનને બતાવવામાં આવ્યા હતા. તેવું તેમણે કહ્યું હતું.
પ્રવાસીઓએ તમામ દસ્તાવેજ બતાવ્યા હતા છતાં પણ તેમને ૨૨મી ફેબુ્રઆરીની ફ્લાઇટ પકડવા કહેવામાં આવ્યું હતું. ૨૨મી ફેબુ્રઆરીએ પણ તેમને ફ્લાઇટમાં સહેલાઈથી બેસવા દેવા આવ્યા નહોતા. થોડા સમય પછી તેમને બેસવા દેવામાં આવ્યા હતા. તેવું પ્રવાસીઓએ કહ્યું હતું. કેએલએમ એરલાઇનના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે પ્રતિભાવમાં કહ્યું કે ગંતવ્ય સ્થાનના સત્તાવાળાઓની શરતો અને નિયમોના અનુપાલન કરવામા માટે એરલાઇન્સ પ્રતિબદ્ધ છે અને કેટલાક આવશ્યક્તાઓ પ્રવાસીઓ કરી શક્યા ન હોવાથી તેઓ ૧૧મીએ ફ્લાઇટમાં બેસી શક્યા નહોતા. ૨૨મી ફેબુ્રઆરીએ જરૃરી દસ્તાવેજો પ્રાપ્ત થયા પછી તેમને વિમાનમાં બેસવા દેવાયા હતા. પ્રવાસીઓને પડેલી અગવડ બદલ વિમાની કંપનીએ ભેદ દર્શાવ્યો હતો.