મસ્કતથી મુંબઇ ફ્લાઇટમાં ધૂમ્રપાન કરનારા પ્રવાસીની ધરપકડ
પાયલોટને સ્મોક ડિટેક્ટરથી જાણ થઈ
શૌચાલયમાં તપાસ કરવા વૉશ બેસિનમાં સિગારેટના ટુકડા મળ્યા
મુંબઇ : મસ્કત- મુંબઇ ફ્લાઇટમાં શૌચાલયમાં સિગારેટ પીવા બદલ તામિલનાડુના ૫૧ વર્ષીય પ્રવાસીની પોલીસે ધરપકડ કરી હતી.
આ ઘટના વિસ્તારાની યુકે ૨૩૪ ફ્લાઇટમાં બની હતી. તામિલનાડુના કન્યાકુમારીનો રહેવાસી બાલકૃષ્ણ રાજાયન સોમવારે રાતે મસ્કતથી વિમાનમાં મુંબઇ આવી રહ્યો હતો ત્યારે તે વિમાનની અંદર પાછળની બાજુએ આવેલા શૌચાલયમાં ગયો હતો. તેણે શૌચાલયમાં સિગારેટ પીધી હતી.
ફ્લાઇટના પાયલટને સ્મોક ડિટેક્ટરની મદદથી બનાવની ખબર પડી હતી. પાયલટે તરત જ ક્રૂ મેમ્બર્સને ઘટનાની જાણ કરી હતી. જેના પગલે શૌચાલયની તપાસણી કરવામાં આવી હતી જ્યારે વૉશ બેસિનમાં સિગારેટના ટુકડા મળી આવ્યા હતા. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે વિમાનનું ઉતરાણ થયું હતું. ક્રૂ મેમ્બરોએ પેસેન્જર બાલકૃષ્ણના બેફામ વર્તન વિશે એરપોર્ટ પરના સિક્યુરિટી સુપરવાઇઝરને ઘટનાની માહિતી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ત્યારબાદ સુરક્ષા અધિકારીઓ આરોપી પ્રવાસીને તેમની ઓફિસમાં લઇ ગયા અને ઝીણવટભરી પૂછપરછ કરી હતી. દરમિયાન બાલકૃષ્ણએ વિમાનમાં ધૂમ્રપાન કર્યું હોવાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે સિગારેટ સળગાવવામાં માચિસનો ઉપયોગ કર્યો હતો. તેણે આ માચિસની પેટી પણ સિક્યુરિટી એજન્સીને આપ ીહતી. બાદમાં આરોપીને સહાર પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સિક્યુરિટી સુપરવાઇઝરની ફરિયાદના આધારે કેસ દાખલ