પરિણીતીનાં રિસેપ્શનનું કાર્ડ ઓનલાઈન વાયરલ થયું

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
પરિણીતીનાં રિસેપ્શનનું કાર્ડ ઓનલાઈન વાયરલ થયું 1 - image


પહેલું રિસેપ્શન ચંડીગઢમાં યોજાશે

મુંબઈ તથા  દિલ્હીમાં પણ  બે અલગ અલગ રિસ્પ્શન થવાની ચર્ચા

મુંબઇ :  પરિણિતી ચોપરાનાં ચંડીગઢ ખાતે યોજાનારાં રિસેપ્શનનું વેડિંગ કાર્ડ ઓનલાઈન વાયરલ થયુ છે. તે પરથી તેનું પહેલું રિસેપ્શન કન્ફર્મ થયું છે. હજુ દિલ્હી તથા મુંબઈમાં પણ અલગ અલગ રિસેપ્શન થવાના હોવાની ચર્ચા છે. 

આ ઇન્વિટેશન કાર્ડ બહુ સિમ્પલ છે. તેમાં રાઘવ અને પરિણિતી તથા તેમના પેરેન્ટસ દ્વારા આમંત્રણ અપાયું છે. કાર્ડના આધારે એમ મનાય છ ેકે આ રિસેપ્શન માત્ર નજીકના પરિવારજનો માટે જ હશે. 

એક વાત એવી પણ છે કે, રાઘવ અને પરિણિતી  પોતાના  બોલીવૂડના મિત્રો માટે મુંબઈમાં તથા રાઘવના રાજકીય મિત્રો અને નેતાઓ માટે દિલ્હીમાં રિસેપ્શન યોજાવાનું છે. જોકે, આ ચર્ચાઓને હજુ સમર્થન મળ્યું નથી.



Google NewsGoogle News