પરિણિતી ચોપરા હવે સિંગર તરીકે કારકિર્દી પર ફોક્સ કરશે
મેરેજ પછી કારકિર્દી બાબતે નવો નિર્ણય
કેટલાંક હિટ ગીતોની ગાયિકા પ્રીતિ શાસ્ત્રીય સંગીતની તાલીમ લઈ ચુકી છે
મુંબઇ : પરિણિતી ચોપરાએ હવે સિંગર તરીકે ફૂલટાઈમ કારકિર્દી બનાવવાની જાહેરાત કરી છે. પરિણિતી અગાઉ અભિનેત્રી ઉપરાંત સિંગર તરીકે પણ કેટલાંક હિટ ગીતો આપી ચુકી છે. પરંતુ, હવે તેણે ગીતો તથા સ્ટેજ પરફોર્મન્સીસ અને ડિજિટલ મ્યુઝિક ક્રિએશન પર ફોક્સ કરવાનું નક્કી કર્યું છે.
પરિણિતી શાસ્ત્રીય હિંદુસ્તાની સંગીતની બાકાયદા તાલીમ લઈ ચુકી છે. તેનું 'મેરી પ્યારી બિંદુ' ફિલમનું 'માના કે હમ યાર નહિં' ગીત સુપરહિટ થયું હતું. તે ઉપરાંત અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'કેસરી'માં પણ તેણે સુપરહિટ ગીત 'તેરી મિટ્ટી મેં'ના ફિમેલ વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો હતો .
પરિણિતીએ જાતે જ સોશિયલ મીડિયા પોસ્ટ પર શેર કર્યું છે કે સંગીત તેના માટે પહેલેથી આનંદદાયક રહ્યું છે. હવે તે સંગીતની દુનિયામાં સંપૂર્ણપણે સક્રિય થવા ઈચ્છે છે.
થોડા સમય પહેલાં જ પરિણિતીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. પરિણિતીએ લગ્ન પહેલાં સાયના નહેવાલની બાયોપિક ઉપરાંત કેટલાક ઓટીટી શોાં કામ કર્યું હતું પરંતુ તેને ધારી સફળતા મળી ન હતી.