Get The App

પૂજારીઓની લૂંટારુ વૃત્તિથી ભક્તોને બચાવવા પંઢરપુર ટેમ્પલ એક્ટ ઘડયો

Updated: Sep 9th, 2023


Google NewsGoogle News
પૂજારીઓની લૂંટારુ વૃત્તિથી ભક્તોને બચાવવા પંઢરપુર ટેમ્પલ એક્ટ ઘડયો 1 - image


સુબ્રમણિઅન  સ્વામીની પીઆઈએલનો સરકાર દ્વારા હાઈકોર્ટમાં વિરોધ

મંદિર સરકારે કબજે કર્યું નથી, પુજારીઓ દ્વારા  ગેરવહીવટ થતો હોવાની ફરિયાદો બાદ કાયદો ઘડયોઃ સરકારનું સોગંદનામું 

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટે સમક્ષ તાજેતરમાં સોંગદનામું નોંધાવીને ખુલાસો કર્યો છે કે ખાસ સંજાગોને કારણે વિઠ્ઠલ રૃકમણીના મંદિરના હિતોની જાળવણી કરવા અને શ્રદ્ધાળુઓને પૂજારીઓની લુંટારુંવૃત્તિથી રાહત આપવા માટે પંઢરપુર ટેમ્પલ્સ એક્ટ ઘડવામાં આવ્યો હતો. પૂજારીઓ દ્વારા મંદિરમાં ગેરવહીવટ ચલાવવામાં આવે છે તેવી ફરિયાદોને પગલે આ કાયદો ઘડવામાં આવ્યો હોવાની રજૂઆત સામે સરકારે સોંગંદનામું નોંધાવી આ ખુલાસો કર્યો હતો.  

ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામી દ્વારા આ કાયદાની જોગવાઇઓને પડકારતી જનહિતની અરજી નોંધાવવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ કાયદો શ્રદ્ધાળુઓના તેમના ધર્મ પાળવાના મૂળભૂત અધિકારોનો ભંગકરે છે. સોલાપુર જિલ્લામાં આવેલાં પંઢરપુર શહેરમાં ભગવાન વિઠ્ઠલ અને રૃકમણી દેવીનું મંદિર આવેલું છે. 

સરકારે તેના સોગંદનામાંમાં જણાવ્યું હતું કે પંઢરપુરના મંદિરો રાજ્યમાં અદ્વિતિય સ્થાન ભોગવે છે અને તેના અંગે ખાસ સંજોગોમાં  સરકારને મંદિરો, તેની સંપત્તિઓ  તથા તેના  ભંડોળના હિતોનું રક્ષણ કરવા અમુક પગલાં લેવાની જરૃર પડે  છે. પૂજારીઓની લૂંટારુંવૃત્તિથી શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો. 

પંઢરપુરના મંદિરોને રાજ્ય સરકારે આડેધડ કબજે કરી લીધાં હોવાના આક્ષેપને નકારી કાઢતાં સરકારે દાવો કર્યો હતો કે મંદિરોના બહેતર વહીવટ અને શાસન પુરું પાડવાનો આ કાયદાનો હેતુ છે. આ કાયદો કોઇ રીતે શ્રદ્ધાળુઓના તેમના ધર્મનું પાલન કરવાના અધિકારો પર કાપ મુકતો કે હાનિ કરતો નથી. સામાન્ય જનતાના હિતમાં કાયદેસર રીતે આ કાયદો ઘડવામાં આવ્યો છે. 

પંઢરપુર મંદિર કાયદાના બચાવમાં મહારાષ્ટ્ર સરકાર ેબોમ્બે હાઈ કોર્ટમાં દલીલ  કરી હતી કે આ મંદિરોનું રાજ્યમાં આગવું સ્થાન છે અને ભક્તોના હિતની રક્ષા માટે તેની સલામતી માટે કાયદો જરૃરી છે. પંઢરપુર મંદિરો ભિન્ન આસ્થા ધરાવનારા લોકો માટે પણ ખુલું છે અને કાયદો તેમના સંરક્ષીત ધાર્મિક અધિકારોને અસર કરતો નહોવાનું અને અરજદારના દાવામાં તથ્ય નહોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

ભાજપના નેતા સુબ્રહ્મણિયમ સ્વામી અને જગદીશ શેટ્ટીએ કાયદાની યોગ્યતા પર અરજીમાં પડકાર ફેંક્યો હતો. અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપતાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર વિભાગના નાયબ સચિવે સરકારી વકિલ મિલિંદ મોરે મારફત સોગંદનામું દાખલ કર્યું હતું. અરજદારે પોતાના સોગંદનામામાં દ્વારા પ્રત્યુત્તર પણ દાખલ કર્યો છે.

સરકારે મનમાનીથી કાયદો કરીને વિઠ્ઠલ-રુક્મિણીના મંદિરનો કારભાર પોતાના હાથમાં લઈને ધર્મ આચરણના હિંદૂના અધિકારનું હનન કર્યું છે. સરકાર કોઈ મદિરનું વ્યવસ્થાપન અમર્યાદ કાળ માટે પોતાની પાસે રાખી શકે નહીં. માત્ર જનહિત કે યોગ્ય વ્યવસ્થાપન માટે મર્યાદિત કાળ માટે કરી શકે છે. આથી ૧૯૭૬મા ંકરેલો પંઢરપુર મંદિર કાયદો ખોટો અને ગેરકાયદે હોવાનું સ્વામીએ જણાવ્યું હતું.



Google NewsGoogle News