મુંબઇ એરપોર્ટ પર નુડલ્સના પેકેટ, અંડરગારમેન્ટમાં રૃા.6.46 કરોડના હીરા, સોનાની દાણચોરી
બૅગકોક જઇ રહેલો ભારતીય નાગરિક હીરા અને વિદેશથી આવેલા પ્રવાસીઓ સોના સાથે પકડાયા
મુંબઇ : સોના અને હીરાની દાણચોરી કરવા માટે સ્મગલર મોડ્સ ઓપરેન્ડી અપનાવે છે ત્યારે મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે નૂડલ્સના પેકેટમાં છુપાવેલા હીરા અને પ્રવાસીના શરીરના અવયવ, સામાનમાંથી રોકડ જપ્ત કર્યું હતું. ચાર પ્રવાસીને રૃા.૬.૪૬ કરોડના સોના-હીરા સાથે પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કસ્ટમ્સ ઓફિસરે જણાવ્યું હતું કે ચાર પ્રવાસીને રૃા.૪.૪૪ કરોડના ૬.૮૧૫ કિલોથી વધુ સોના અને રૃા.૨.૦૨ કરોડના હીરા સાતે ધરપકડ કરવામાં આવી છે.
મુંબઇથી બેંગકોક જઇ રહેલા ભારતીય નાગરિકને એરપોર્ટ પર અઠકાવવામાં આવ્યો હતો. તેતી ટ્રોલી બેગની તપાસ કરતા નૂડલ્સના પેકેટમાંથી હીરા મળી આવ્યા હતા. આ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી.
આ સિવાય કોલંબોથી મુંબઇ આવેલા વિદેશી પ્રવાસીની શંકાના આધારે પકડીને પૂછપરછ કરાઇ હતી તેની પાસેથી સોનાની લગડી અને અંડરગારમેન્ટમાં છુપાવેલ સોનાના ટુકડા મળી આવ્યા હતા. એમ અધિકારીએ કહ્યુ ંહતું.
આ ઉપરાંત દુબઇ, અબુધાબી, બેહરીન, દોહા, રિયાધ, મસ્કત, રિયાધ, મસ્કત, સિંગાપોરથી વિમાનમાં મુંબઇ એરપોર્ટ પર પ્રવાસ કરનારા ૧૦ ભારતીય નાગરિકોને તપાસણી કરાઇ હતી. દરમિયાન ત્રણ પ્રવાસીની ૬.૮૧૫ કિલો સોનાની દાણચોરી કરતા ઝડપાય ગયા હતા. તેમણે ગુદામાર્ગ, બગમાં સોનું છુપાવ્યું હતું આ ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી હતી.