કોક્સ એન્ડ કિંગ્સના 400 કરોડના કૌભાંડમાં માલિકના સહયોગીની ધરપકડ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
કોક્સ એન્ડ કિંગ્સના  400 કરોડના કૌભાંડમાં માલિકના સહયોગીની ધરપકડ 1 - image


બ્રિટિશ નાગરિક અજિત મેનન કોચીન એરપોર્ટ પરથી ઝડપાયો

કોક્સ એન્ડ કિંગના યુરોપના સંચાલક મેનને યસ બેન્કની લોનના ૫૬ કરોડ  ડાયવર્ટ કર્યા હતાચ

મુંબઇ :  મુંબઇ પોલીસની આર્થિક ગુનાશાખા (ઇઓડબ્લ્યુ)એ યસ બેંક સાથે સંકળાયેલા ૪૦૦ કરોડ રૃપિયાના છેતરપિંડીના કેસમાં ટુર અને ટ્રાવેલ કંપની કોકસ એન્ડ કિંગ્સના માલિકના નજીકના સહયોગી અજિત મેનનની ધરપકડ કરી હતી. 

આ બાબતે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિટિશ નાગરિક અજીત મેનન (૬૭) મંગળવારે લંડનથી આવ્યા બાદ મુંબઇ પોલીસની એક ટીમે કેરળના કોચીન એરપોર્ટ પરથી મેનની ધરપકડ કરી હતી. તેમની સામે લુક-આઉટ સર્કયુલર જારી કરવામાં આવ્યું હતું.

 મેનનને ત્યાર બાદ ગુરૃવારે સવારે મુંબઇ લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને ૧૫ એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. આ સંદર્ભે અધિકારીના જણાવ્યા મુજબ મેનન કોકસ એન્ડ કિંગ્સના માલિક અજય પીટર કેરકરના નજીકના સાથીદાર છે.  મેનન રૃા.૪૦૦ કરોડના યસ બેંકના છેતરપિંડીના કેસમાં એજન્સીની તપાસ દરમિયાન આર્થિક ગુના શાખાના રડાર પર આવ્યા હતા. જેમાં બેંક પાસેથી લોન મેળવ્યા બાદ કથિત રીતે નાણાનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. યસ બેંકના દ્વારા વિતરિત નાણાનો ઉપયોગ તે હેતુ માટે કરવામાં આવ્યો ન હતો જેના માટે તેમણે લોન મેળવી હતી.

તપાસ દરમિયાન આર્થિક ગુના શાખાને જાણવા મળ્યું હતું કે મેનન, જે યુરોપમાં કંપનીની કામગીરીની દેખરેખ રાખતા હતા તેમણે લોનની રકમમાંથી રૃા.૫૬ કરોડ યુ.કે. સ્થિત કંપનીને ડાયવર્ટ કર્યા  હતા. ૨૦૨૧માં આર્થિક ગુના શાખાએ કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ સામે કેસ નોંધ્યો હતો. જે પ્રવાસ માટે પ્રખ્યાત ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સની  સિસ્ટર કન્સર્ન છે તેની સામે કથિત રીતે યસ બેન્કના રૃા.૪૦૦ કરોડ કોકસ એન્ડ કિંગ્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ફોરેન એક્સચેન્જ વ્યવસાય, હોલિડે ફાઇનાન્સિંગ, વિદ્યાર્થીલોન અને અન્ય બિન બેંકિંગ નાણાકીય સેવાઓ પ્રદાન કરતી હતી. આર્થિક ગુના શાખાએ એફઆઇઆરમાં  કંપનીના માલિક કેરકર તેમની પત્ની, મેનન અને અન્ય વ્યક્તિઓના નામ આવ્યા હતા.



Google NewsGoogle News