વિરાર પાસે ગટરનાં નાળાંમાંથી સેંકડો આધાર કાર્ડ, વીમા દસ્તાવેજો મળી આવતાં આક્રોશ
ટપાલ વિભાગ દ્વારા ડિલિવરી ન થઈ, બારોબાર નાળાંમાં પધરાવાયાં
અનેક યુવાનોના નોકરીના એપોઈન્ટમેન્ટ લેટર પણ ગટરનાં પાણીમાં સડતા હતાઃ સ્થાનિક લોકોએ દસ્તાવેજો પોલીસ મથકે મોકલ્યાં, તપાસની માંગ
મુંબઈ - વિરારના આગાશી ગામ પાસે એક નાળામાં સેંકડો આધાર કાર્ડ, વીમાના દસ્તાવેજો, નોકરીના નિયુક્તી પત્રો વગેરે મળી આવ્યા હતા. પોસ્ટલ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતા આ દસ્તાવેજો ગટરમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોસ્ટલ વિભાગના આવા બેદરકાર કારભાર સામે નાગરિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
વિરાર-વેસ્ટમાંટેંબી-કોલ્હાપુર ગ્રામ પંચાયત છે. આ ગ્રામપંચાયતની હદ પાસે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે મોટું નાળું છે. સ્થાનિક લોકોને ત્યાં નાળામાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. પરંતુ, નજીક જઈને નિરીક્ષણ કરતાં તેમાં નવા આધાર કાર્ડ, નોકરીના અપાઈન્ટમેન્ટ લેટર ઉપરાંત વીમા દસ્તાવેજો વગેરેનો સમાવેશ છે. રસપ્રદ વાત એ છે કે, તેમાં હજુ ગત ૧૯મી ફેબુ્રઆરીએ ઈશ્યૂ થયેલું એક નાગરિકનું નવું આધાર કાર્ડ પણ એમાં સામેલ હતું.
સ્થાનિક લોકોએ આ આધાર કાર્ડ, અપોયમેન્ટ લેટર, વીમાના દસ્તાવેજો અર્નાળા સાગરી પોલીસ મથકમાં જમા કરાવ્યા હતાઆ વિશે અર્નાલા સાગરી પોલીસ મથકના વરિ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય પાટીલે જણાવ્યું કે, અમે આ અંગે પોસ્ટલ વિભાગને પૂછયું છે. આ પાર્સલ કેવી રીતે ખોવાઈ ગયું? તેને કોને વિતરણ કરવા આવ્યા હતા વગેરેની માહિતી માંગી છે.