કુલ 72.28 લાખ મતદારોમાંથી 4600થી વધુ સદી વટાવી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
કુલ 72.28 લાખ મતદારોમાંથી 4600થી વધુ સદી વટાવી 1 - image


2019 બાદ સબર્બન ડિસ્ટ્રિક્ટમાં 4 લાખ મતદારો વધ્યા

અહીં લોકસભાની 4 બેઠક માટે મતદાન થશે

મુંબઇ :  મુંબઈ સર્બબન ડિસ્ટ્રિક્ટમાં ૭૨ લાખથી વધુ પાત્ર મતદારો છે જેમાંથી ૪૬૦૦ મતદારોએ સો વર્ષ અથવા પૂરા કર્યા છે. લોકસભાની વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પછી મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટમાં લગભગ ચાર લાખ મતદારો વધ્યા છે તેવું એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

મુંબઈ સબર્બનમાં ૭૨,૨૮,૪૦૩ પાત્ર મતદારો છે, જેમાંથી ૩૮,૯૪,૧છ૮૦ પુરુષ ૩૩,૩૩,૪૦૨ મહિલા અને ૮૦૧ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે. ૧,૦૧,૬૭૩ મતદાર ૮૫ વર્ષથી વધુ વયના છે. જેમાંથી ૪૬૩૨ મતદારોએ સદી વટાવી છે. ૧૪,૧૧૩ મતદાર પર્સન્સ વિથ ડિસએબિલિટી (પીડબ્લ્યુડી શારીરિક રીતે અક્ષમ) છે. જેમને મદદ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવશે. આ શ્રેણીના મતદારો અને ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા મતદારો માટે ચૂંટણીપંચ બેલોટપેપર સુવિધા પૂરી પાડશે. આ શ્રેણીના મતદારોએ ઘરે બેલોટપેપર પર મતદાન કરવું કે મતદાનમથકે જઈને મતદાન કરવું તે વિકલ્પ તેમના પર છોડવામાં આવ્યો છે તેવું કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર રાજેન્દ્ર ક્ષીરસાગરે સોમવારે બાંદરામાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

અહીંના તમામ મતદારમથકમાં વ્હીલચેરની સુવિધા આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે ૧૮થી ૧૯ વર્ષના વયજૂથના મતદારોની નોંધણીનું પ્રમાણ ત્રણ ટકા છે, જ્યારે મુંબઈ સર્બબન ડિસ્ટ્રિક્ટમાં ફક્ત ૦૫ ટકા છે. ડિસ્ટ્રિક્ટમાં ૧૦૮૩ લોકેશન પર ૭૩૬૩ મતદાન મથક અને ૨૭ વધારાના બૂથ ઊભા કરવામાં આવશે. જે સ્થળે ૧૫૦૦થી વધુ મતદાર હોય ત્યાં ઓકિસીલટી પોલિંગ બૂથ (વધારાના પોલિંગ બૂથ) ઊભા કરવામાં આવશે.

મુંબઈ સર્બબન ડિસ્ટ્રિક્ટમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૨૬ બેઠક છે. અહીં ૨૦ મે તારીખે મતદાન થશે. મતદાનના દિવસે ૪૪,૦૦૦ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

સબર્બન ડિસ્ટ્રિક્ટમાંના વિવિધ સ્થળો પરથી હજુ સુધી ૧૨૨૯૦ બેનર અને પોસ્ટર હટાવવામાં આવ્યા છે. ફિલ્મજગતના ૪૦૦૦ જેટલા મહત્ત્વના વ્યક્તિને પત્ર લખીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા કલેક્ટરે વિનંતી કરી છે.



Google NewsGoogle News