શીના બોરા હત્યા કેસ પરથી ઓટીટી ડોક્યુ સીરીઝ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
શીના બોરા  હત્યા કેસ  પરથી ઓટીટી ડોક્યુ સીરીઝ 1 - image


ધી બરીડ ટ્રૂથ ડોક્યુ સીરીઝ રીલીઝ થશે

ઈન્દ્રાણી-પીટરના કોલ રેકોર્ડિંગ તથા સંતાનોના ઈન્ટરવ્યૂ સહિતની બાબતો હશે

મુંબઇ :   દેશભરમાં ચકચાર જગાવનારા શીના બોરા હત્યા કેસ પરથી ‘ધી બરીડ ટ્રૂથ' નાંમની ડોક્યુ સીરીઝ તૈયાર કરવામાં આવી છે. આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થશે.

૨૦૧૫માં શીના બોરા મર્ડર કેસનો ઘટસ્ફોટ થયો હતો. તેમાં તેની સાવકી માતા અને એક સમયની મીડિયા ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તી ગણાતી ઈન્દ્રાણી મુખરજીની ધરપકડ થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. ઈન્દ્રાણી તથા એક સમયના ટીવી જગતના માંધાતા અને તેના પતિ પીટર મુખરેજા બંને વિશે અનેક વિવાદાસ્પદ વાતો તે સમયે બહાર આવી હતી. 

આ કેસ પરથી એક ડોક્યુ સીરીઝ તૈયાર કરાઈ છે. તેમાં ઈન્દ્રાણી અને પીટરના કોલ રેકોર્ડિંગ તથા તેમના સંતાનોના ઈન્ટરવ્યૂ સહિત કેટલીય મહત્વની બાબતોનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે. 

આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ પરથી રીલીઝ થશે.



Google NewsGoogle News