Get The App

રુપાલી ગાંગુલીની બદનક્ષી નહિ કરવા ઓરમાન પુત્રી ઈશાને આદેશ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
રુપાલી ગાંગુલીની બદનક્ષી નહિ કરવા ઓરમાન પુત્રી ઈશાને આદેશ 1 - image


નોટિસ છતાં ઈશા હાઈકોર્ટમાં  હાજર નહિ થતાં વચગાળાનો આદેશ

ઈશાએ આપેલી મુલાકાત તથા તેની પોસ્ટમાં થયેલા ઉલ્લેખો પ્રથમ  દ્રષ્ટિએ બદનક્ષીકારક હોવાનું કોર્ટનું મંતવ્ય

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે એક વચગાળાનો આદેશ આપી રુપાલી ગાંગુલીની ઓરમાન પુત્રી ઈશા વર્મા તથા જોન ડીઓ પ્લેટફોર્મ્સને રુપાલી વિરોધી કોઈપણ બદનક્ષીકારક સામગ્રી  પ્રગટ કરવા કે નિવેદન નહિ કરવા જણાવ્યું છે.  

રુપાલીની ઓરમાન પુત્રી ઈશાએ આપેલી મુલાકાત અને તેની પોસ્ટ પ્રથમદ્રષ્ટીએ બદનક્ષીભરી હોવાની નોંધ કર્યા બાદ ન્યા. આરિફ ડોક્ટરે  ઉક્ત આદેશ આપ્યો હતો. 

પોસ્ટ અને ઈન્ટર્વ્યુ વગેરે બદનક્ષીભર્યા જ નહીં પણ બદઈરાદા સાથેના  છે કેમ કે ઈશાએ ૨૯ નવેમ્બર ૨૦૨૪ના આર્ટિકલમાં પોતે રુપાલીન ટાર્ગેટ ક રી હોવાનું જણાવતાં ટાંકવામાં આવી હતી. ઈશાએ નોટિસ અપાયા છતાં કોર્ટમાં હાજરી આપી નહોતી. આથી અરજીમાં વચગાળાની રાહત અપાવામાં અમને કોઈ સંકોચ નથી, એમ ૧૫ જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું છે.

આથી હવેથી ઈશા, તેના એજન્ટો, કર્મચારીઓ, પ્રતિનિધિઓ, ફોલોઅર્સ કે તેના વતિ કામ કરતી કોઈપણ વ્યક્તિને આદેશ દ્વારા  રુપાલી વિરુદ્ધનું કે બદનક્ષીકરતું કોઈ પણ સાહિત્ય પોસ્ટ કે સ્ટોરી વિડિયો કોઈ પણ માધ્યમથી પ્રસારિત કરી શકશે નહીં. સીધી કે આડકતરી રીતે સોશ્યલ મીડિયા જ નહીં પણ ડિજીટલ, પ્રિન્ટ મડિયા કે અન્ય પબ્લિક મંચ પરથી પણ પ્રસારિત કરી સકશે નહીં. ડો જોન્સ પ્લેટફોર્મને પણ રુપાલી સામેના બદનક્ષીભર્યા પ્રચાર કરવાથી અટકાવતો આદેશ અપાયો છે.

નોંધનીય છે કે રુપાલી અશ્વિન વર્માની ત્રીજી પત્ની છે અને ઈશા  તેમના બીજા લગ્ન થકી થયેલી પુત્રી છે. બીજા લગ્ન ૧૧ વર્ષ ચાલ્યા હતા. ઈશાએ વિવિધ મુલાકાતોમાં રુપાલી સામે પતિ પ્રત્યે નિયંત્રણ રાખનારી, માલિકી ભાવ રાખનારી અને મનોરોગી ગણાવી હતી.

રુપાલીએ વકિલ મારફત દલીલ કરી હતી કે દરેક દિવસે પોતાની પ્રતિભાને બમણા જોરે ખરડાવાઈ રહી છ. તેની વકિલે દલીલ કરી હતી કે ઈશાનો વર્તાવ રુપાલીની કારકિર્દીને ગંભીર અસર કરી રહ્યો છે.



Google NewsGoogle News