કસ્ટોડિયલ ડેથ અંગેની અરજીમાંથી સલમાનનું નામ કાઢી નાખવા આદેશ
ફાયરિંગ કેસના આરોપીના કસ્ટોડિયલ ડેથ અંગે સીબીઆઈ તપાસની અરજી
સલમાન સામે કોઈ રાહત મગાઈ નથી તથા તેનું નામ રાખવાથી મૂળ મુદ્દા પરથી ધ્યાન ભટકી જશે તેવું હાઈકોર્ટનું નિરીક્ષણ
મુંબઈ : અભિનેતા સલમાન ખાનના ઘર પર ગોળીબાર સંબંધે પકડાયેલા આરોપી અનુજ થાપનના પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની ઘટનામાં સીબીઆઈ તપાસની માગણી કરતી તેની માતાની અરજીમાંથી પ્રતિવાદી તરીકે સલામના ખાનનું નામ કાઢી નાખવાનો બોમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. અનુજ થાપન પહેલી મેના રોજ ક્રાઈમ બ્રાંચ પોલીસ લોકઅપના ટોઈલેટમાં મૃતાવસ્થામાં મળ્યો હતો.
ન્યા. રેવતી મોહિતે ઢેરે અને શ્યામ ચાંડકની બેન્ચે અરજદાર અને થાપનની માતા રિટા દેવીને ખાનનું નામ અરજીમાંથી કાઢી નાખવા નિર્દેશ આપ્યો હતો. અરજદારે પ્રતિવાદી તરીકે ખાનનું નામ કાઢી નાખવાની છૂટ માગી છે કેમ કે તેની સામે કોઈ ફરરિયાદ નથી, એમ કોર્ટે નોંધીને સલમાનનું નામ કાઢી નાખવાનું જણાવ્યું હતું.
ખાન સામે કોઈ ઉચ્ચારણ નથી કે રાહત માગવામાં આવી નહોવાથી ખાનને અરજીમાં સાંકળી રાખવાનો અર્થ નથી, એમ કોર્ટે નોંધ કરી હતી.જે વ્યક્તિ પોતે જ પીડિત છે તેને પ્રતિવાદી રાખવાનો મતલબ શું? તેનુ નામ અરજીમાં રાખવાનું કારણ નથી. તે જરૃરી પક્ષકાર નથી, એમ કોર્ટે નોંધ કરી હતી.
તમારી અરજી તમારા પુત્રના અવસાન સંબધી છે જે મુદ્દો કોર્ટ તપાસશે પણ આમાં સલમાન ખાનને સંડોવવાનું શું કારણ છે? એમ કોર્ટે સવાલ કર્યો હતો.
ખાનને પ્રતિવાદી બનાવીને અરજીમાં મુખ્ય મુદ્દા પરથી ધ્યાન અન્ય બાબત પર લઈ જવામાં આવી રહ્યું છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
અનુજની માતા રિટા દેવીએ કોર્ટમાં અરજી કરીને પોતાના પુત્રનું અવસાન પોલીસના ત્રાસને કારણે થયું હોવાનો દાવો કરીને સીબીઆઈ દ્વારા તપાસની માગણી કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે થાપને પોતે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. થાપનની માતાએ અરજીમાં દાવો કર્યો હતો કે થાપનને કસ્ટડીમાં પોલીસે શારીરિક રીતે ખૂબ જ ત્રાસ અપ્યો હતો.
સલમાન ખાત વતી વરિષ્ઠ વકિલે અભિનેતાનું નામ પ્રતિવાદીની યાદીમાંથી કાઢી નાખવાની વિનંતી કરીને દાવો કર્યો હતો કે અરજદારે અભિનેતા વિરુદ્ધ કોઈ રજૂઆત કરી નથી.
ેવીના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે અરજ ારે ખાન સામે કોઈ પગલાં કે રાહતની માગણી કરી નથી. તેઓ સીઆઈડી તપાસનો ભાગ હોવા જોઈએ એમ જણાવ્યું હતું. કોર્ટે આ બાબત સીઆઈડી નક્કી કરશે એમ જણવાયું હતું.
અતિરિક્ત સરકારી વકિલ પ્રાજક્તા શિંદેએ કોર્ટને જણાવ્યું હતું કે કાયદા અનુસા મેજસ્ટ્રેરિયલ તપાસ પણ શરૃ કરાઈ છે અને હાઈ કોર્ટ સમક્ષ સીઆઈડી તપાસનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરાયો છે.
રિટા દેવીના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટે ૨૩ મેના રોજ નિવેદન રેકોર્ડ કરવા સમન્ય આપ્યુ હતું પણ સમન્સ જ ૨૪ મેના રોજ મળ્યું છે.
આથી કોર્ટે મેજિસ્ટ્રેટને નવેસરથી સમન્સ જારી કરવા અને યોગ્ય સમયે સમન્સ બજાવવામાં આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે છ સપ્તાહ બાદ સુનાવણી રાખી છે.
૧૪ એપ્રિલે સલમાનના બાંદરા ખાતેના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટ પર મોટરસાઈકલ પર આવેલા બે જણે ગોળીબાર કર્યો હતો. આ કેસમાં કુલ છ જણની ધરપકડ થઈ હતી. જેમાંથી થાપને પોલીસ કસ્ટડી દરમ્યાન ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.