સંગીતના શિક્ષકને જામીનપાત્ર ગુનામાં ગોંધી રાખનાર પોલીસને વળતર આપવા આદેશ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સંગીતના શિક્ષકને જામીનપાત્ર ગુનામાં ગોંધી રાખનાર પોલીસને  વળતર આપવા આદેશ 1 - image


ટયુશન ફી વધારવાનો વિરોધ કરનાર સાથે અસભ્ય વર્તનનો આરોપ

આખી રાત લોકઅપમાં નિર્વસ્ત્ર કરીને રોકી રાખવાનું કૃત્ય હાઈ કોર્ટે સખતાઈ ભર્યું અને સંવેદનહિન ગણાવ્યું

મુંબઈ :  સંગીતના ટીચરને જામીનપાત્ર ગુના માટે ધરપકડ કરીને ગેરકાયદે અટકાયતમાં રાખવાનું પોલીસનું કૃત્ય સખતાઈ અને સંવેદનહિન ગણાવીને બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને  રૃ. બે લાખનું વળતર ચૂકવવા જણાવ્યું હતું.

પતિ નીતિન સંપટને જામીનપાત્ર ગુનો હોવા છતાં  ધરપકડ કરીને ગેરકાયદે અટકાયતમાં લીધા હોવાનું જણાવીને  પત્ની નીલમ સંપટે અરજી કરી હતી. પોલીસે કાયદાનું જ્ઞાાનનો અભાવ દર્શાવ્યો છે.  આ પગલાંને લીધે નીતિને શારીરિક, ભાવનાત્મક અને માનસિક પરિતાપ ભોગવવો પડયો હોવાનું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.કાયદાના ભંગ બદલ જ નહીં પણ મૂળભૂત અધિકારના ભંગ બદલ વળતર આપવામાં આવવું જઈએ. અરજદારના પતિને થયેલો અન્યાય પૈસાના વળતરથી ભરપાઈ થાય તેમ નથી, પણ વળતર આપીને અને અધિકારીઓ સામે પગલા ંલેવાનો નિર્દેશ આપીને કેમના જખમને રાહત થઈ શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

તારદેવ પોલીસે નીતિનને જાતીય સતામણી અને મહિલાના વિનયભંગના આરોપ હેઠળ પકડયો હતો. ફરિયાદીએ આરોપ કર્યો હતો કે સંગીતના ક્લાસ માટેની ફી વધારાઈ હોવાને મુદ્દે વાંધો ઉઠાવતાં નીતિને અસભ્ય રીતે જવાબ આપ્યો હતો. 

નીતિનના વકિલ જામીન આપવા તૈયાર હોવા છતાં પોલીસે તેને છોડવાનો ઈનકાર કરીને લોકઅપમાં નિર્વસ્ત્ર કરીને રાત ગુજારવાની ફરજ પાડી હતી અને બીજા દિવસે છોડયો હતો.

કોર્ટે આદેશમાં એમ પણ જણાવ્યું હતું કે વ્યક્તિના અધિકારનું રાજ્યની ઓથોરિટીઓ દ્વારા સન્માન રાખવું જોઈએ અને સત્તાના કોઈ પણ જાતના દુરુપયોગનું પરિણામ ભોગવવું પડશે.

અગાુની સુનાવણીમા ંપોલીસે માફી માગીને ભુલ થયાનું કબૂલ્યું હતું. ફરજ પરના અધિકારીને સજા કરવાના પગલાં હાથ ધરાયા હોવાનું જણાવ્યું હતું.વળતરની રકમ છ સપ્તાહમાં ચૂકવવા કોર્ટે આદેશમાં જણાવ્યું છે. આ રકમ જવાબદાર પોલીસના પગારમાંથી વસૂલવાનો આદેશ અપાયો છે.



Google NewsGoogle News