Get The App

અકસ્માતમાં મૃતકના પરિવારને 30.94 લાખના વળતરનો આદેશ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અકસ્માતમાં મૃતકના પરિવારને 30.94 લાખના વળતરનો આદેશ 1 - image


મુંબઈ- ગોવા હાઈવે પર ઈકો કાર અને એસટીની બસ વચ્ચે અકસ્માત

કારમાં પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓનું મૃત્યુ થયું હતું

મુંબઈ -  વર્ષ ૨૦૨૦માં રોડ અકસ્માતનો ભોગ બનેલા ડિલીવરી એક્ઝીકયુટીવના પરિવારને રૃ.૩૦.૯૪ લાખનું વળતર ચૂકવવા થાણે મોટર એક્સીડેન્ટ કલેઈમ્સ ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને આદેશ કર્યો છે.

અકસ્માત માટે એમએસઆરટીસીના ડ્રાઈવરની બેદરકારી જવાબદાર હતી તેવું મૌખિક અને દસ્તાવેજોથી પુરવાર થાય છે તેવું ટ્રિબ્યુનલે કહ્યું હતું.

મુંબઈના ધોબીઘાટ વિસ્તારનો રહેવાસી મંગેશ ગોરેગાંવકર ગોવા મુંબઈ હાઈવે પર ૧૯મી જાન્યુઆરી, ૨૦૨૦માં ચાર મિત્રો ઈકોકારમાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યારે કર્નાલી પાસે સામેની દિશામાં બસ ધસી આવી હતી. પૂરપાટ ઝડપે આવતી બસ ડિવાઈડરને વટાવી ખોટી લેનમાં ઘૂસી ગઈ હતી અને ઈકો કાર સાથે અથડાઈ હતી. કારમાં બેઠેલા તમામ પ્રવાસીનું મૃત્યુ થયું હતું.

ગોરેગાંવકરના પરિવારમાં માતા, પત્ની, બે બાળક અને એક માનસિક દિવ્યાંગ ભાઈ પર પરિવારજનોએ વળતર માટે અરજી કરી હતી. એમએસઆરટીસીએ કાર ડ્રાઈવરની ભૂલ હોવાનો બચાવ રજૂ કર્યો હતો.

ટ્રિબ્યુનલે એમએસઆરટીસીનો બચાવ ફગાવી દીધી હતો. એમએસીટીના એક સભ્ય એસએન શાહે કહ્યું કે વાહનોને થયેલું નુકસાન અને અકસ્માતના સ્થળનું વર્ણન સ્પષ્ટ સંકેત આપે છે કે બસના અથડાવાથી કારનો આગળનો ભાગ છુંદાઈ ગયો હતો. બપોરના ૪.૦૦ વાગે અકસ્માત થયો હતો અને રસ્તા પર  પર્યાપ્ત ઉજાસ હતો. બસના ડ્રાઈવરની સીટ ઊંચી હોય છે અને તેને રોડનો અને આવી રહેલા ટ્રાફિકનો સ્પષ્ટ વ્યુ મળ્યો હતો. અકસ્માતથી બચવાનું એસટીના ડ્રાઈવર માટે સંભવ હજી તેવું ટ્રિબ્યુનલે કહ્યું હતું.



Google NewsGoogle News