બોમ્બ ધડાકામાં સંડોવાયેલા ટાઈગર મેમણની મિલકત કેન્દ્રને સોંપવા આદેશ
માહિમ ખાતે અલ હુસૈન ઈમારતના 3 ફ્લેટોને ટાંચ
સોસાયટીએે મેઈન્ટેનન્સ વસૂલી માટે કરેલી અરજીમાં કેન્દ્ર સરકારની સક્ષમ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ
મુંબઈ : ૧૯૯૩ના બોમ્બ ધડાકા કેસમાં સંડોવાયેલા ટાઈગર મેમણના પરિવારના માહિમ ખાતે અવેલી અલ હુસૈન ઈમારતના ટાંચમાં લેવાયેલા ત્રણ ફ્લેટો કેન્દ્રને સોંપી દેવા વિશેષ ટાડા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
૧૯૯૪માં ટાચમાં લેવાયેલા ફ્લેટ હાઈકોર્ટના રિસિવર પાસે હતા. ફરાર આરોપીમાં ટાઈગર મેમણ પોતે છે. તેના ભાઈ યાકુબને કસૂરાવર ઠરેવીને ૨૦૧૫માં ફાંસી અપાઈ હતી. અન્ય છ મેમણ ભાઈઓ એક જ ઈમારતમાં એક સમયે રહેતા હતા. તેમની માતા બનિફા મેમણ એક ફ્લેટની માલિક હતી તેને મુક્ત કરાઈ હતી અને તેનું મૃત્યુ થયું છે. ટાઈગર અને યાકુબની ભાભી રુબિના જન્મટીપ ભોગવે છે જે અન્ય ફ્લેટની માલિક છે. ટાઈગરમી પત્ની શબાના ફરાર છે. હાઉસિંગ સોસાયટીએ ગયા મહિને કોર્ટમાં અરજી કરીને અન્ય રાહતોમાં રૃ. ૪૧ લાખનું મેઈન્ટેનન્સ ૧૮ ટકા વ્યાજ સાથે વસૂલવાની પરવાનગી માગી હતી. જેથી મારતનું રિડેવલપમેન્ટ અથવા રિપેરિંગ થઈ શકે.અરજી ફગાવીને કોર્ટે તેમને યોગ્ય ઓથોરિટી પાસે જવા જણાવ્યું હતું.
સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિયુલેટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ (સાફેમા) હેઠળ ટાંચમાં લેવાયા હતા. આથી સાફેમા હેઠળની ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતંં કે મિલકત વિવિધ કાનૂની પ્રક્રિયા હેઠળ હતી. મિલકતની માલિકી હાલ કેન્દ્ર સરકાર પાસે છે. આ વાત જાણીને કોર્ટે ટાંચનો આદેશ રદ કરીને મિલકતનો કબજો કેન્દ્ર સરકારને સોંપવાની જરૃરી હોવાનું જણાવ્યું હતું. સોસાયટી કેન્દ્ર સરકારને યોગ્ય ઓથોરિટી સામે જઈને પોતાની રજૂઆત કરી શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.