ચંદા કોચરની અરજીનો જવાબ નોંધાવવા સીબીઆઈને આદેશ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ચંદા કોચરની અરજીનો જવાબ નોંધાવવા સીબીઆઈને આદેશ 1 - image


વિડિયોકોન ગુ્રપને લોનમાં કથિત ગેરરીતિનો કેસ

આઈસીઆઈસી બેન્કે યોગ્ય પ્રક્રિયા વિના કાર્યવાહીની મંજૂરી અપ્યાની દલીલ 

મુંબઈ :  આઈસીઆઈસીઆઈ બેન્કના માજી સીઈઓ અને એમડી ચંદા કોચરે વિડિયોકોનને અપાયેલી લોનમાં કથિત ગેરરીતિના આરોપ સંબંધે પોતાની સામે બેન્કના બોર્ડે કાર્યવાહી માટે આપેલી મંજૂરીને બોમ્બે હાઈ કોર્ટમાં પડકારી છે. અરજીમાં કોચરે દાવો કર્યો છે કે મંજૂરી આપતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરાઈ નહોતી.

કેસમાં કોચર અને તેમના પતિ દીપકની સીબીઆઈએ ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ધરપકડ કરી હતી. જાન્યુઆરી ૨૦૨૩માં હાઈ કોર્ટે એજન્સીને યાંત્રિક ઢબે અનૌપચારિક રીતે વગરવિચાર્યે ધરપકડ કરવા બદલ ઝાટકણી કાઢીને જામીન આપ્યા હતા.

બેન્કના બોર્ડે એપ્રિલ ૨૦૨૨માં કોચર સામે કાર્યવાહીની મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યો હતો. કથિત કેસમાં બેન્કને કોઈ નુકસાન થયું નહોવાની કોચરના વકિલે દલીલ કરી હતી.

સીબીઆઈના વકિલે જવાબ નોંધાવવા સમય માગતાં કોર્ટે સુનાવણી પાંચ જાન્યુઆરી પર રાખી છે. કેસમાં દીપક અને ચંદા કોચર ઉપરાંત વિડિયોકોન ગુ્રપના સ્થાપક વેણુગોપાલ ધૂતની પણ ધરપકડ કરાઈ હતી. તેમને પણ જામીન અપાયા છે.



Google NewsGoogle News