આરટીઈના કેસમાં આદેશ છતાં સરકારે એફિડેવિટ નહિ કરતાં હાઈકોર્ટ નારાજ
આવા સરકારી કારભારથી એડમિશન અંગે અનિશ્ચતિતા સર્જાયેલી રહે તે ખોટું
આદેશ પરનો સ્ટે ઉઠાવવાની અરજીમાં દોઢ મહિનાથી જવાબ નહિ, શાળાઓએ માહિત નથી આપી એમ કહી સરકારે હાથ ઊંચા કર્યા
મુંબઈ : સરકારી અને અનુદાનિત શાળાથી એક કિ.મી.ના પરિસરમાં કાર્યરત સેલ્ફ ફાઈનાન્સ્ડ ખાનગી શાળાને આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) પ્રવેશમાંથી છૂટ આપવાની રાજ્ય સરકારની નવી નિયમાવલીને પડકારતી અરજી પર સોગંદનામું દાખલ કરવાના કોર્ટના આદેશની ઉપેક્ષા સેવવાની સરકારની નીતિરીતિ બાબતે હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકારના આવા કારભારથી બાળકોનુ એડમિશન અંધારામાં રાખી શકાય નહીં, એમ પણ કોર્ટે જણાવ્યું હતું.
કોઈ પણ નિયમ કે ફેરફાર મૂળ કાયદાને આધીન હોવો જરૃરી છે એમ સ્પષ્ટ કરીને શિક્ષણાધિકાર હેઠળ આરક્ષીત અને વંચિત ઘટકોના વિદ્યાર્થીઓને માટે આરક્ષીત પચ્ચીસ ટકા સિટ પર એડિમશન પ્રક્રિયાથી બિનઅનુદાનીત શાળાને બાદ કરવાના નિર્ણયને કોર્ટે છઠ્ઠી મેના રોજ વચગાળાનો સ્ટે આપ્યો હતો.
સરકારે બાદમાં સુધારીત આદેશ કાઢીને પૂર્વેની પ્રક્રિયા અનુસાર એડમિશન આપવાનું સ્પષ્ટ કર્યું હતું. સુધારિત નિયમની પાર્શ્વભૂમિ પર આરટીઈ હેઠળ આરક્ષીત જગ્યા રાખ્યા વિના તેના માટે ખુલા વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યાનો દાવો કરીને કેટલીક શાળાએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના સ્ટેના આદેશનો પુનર્વિચાર કરવાની માગ કરી હતી. તેની દખલ લઈને કોર્ટે પ્રક્રિયા શરૃ કરવા પરતુ એડમિશન નહીં આપવાનો આદેશ સરકારને અપાયો હતો. તેના પર કેટલી સિટ પર પ્રવેશ અપાયા છે એની માહિતી મગાવી હતી.
ોઢ મહિનો થયો છતાં ખાનગી બિનઅનુ ાનીત શાળાએ હજી આરટીઈની સિટ પર કેટલા ઓપન કેટેગરીના વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો તેની માહિતી આપી નથી. આથી સોગં નામું ાખલ કરી શકાયું નથી, એમ સરકારી વકિલે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે સરકારની ભૂમિકા પર નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર મુખ્ય મુદ્દા સંબંધી સોગં નામું તો ાખલ કરી શકે છે એમ જણાવીનેકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સરકારે માગેલી માહિતી શાળાએ એક અઠવાડિયામાં રજૂ કરવી અને સરકારે સ િ વસમાં સોગં નામું ાખલ કરવું, એવો નિ ર્ેશ આપ્યો છે.