રામમંદિર પર બુલડૉઝર ફેરવવાના આરોપો ફગાવતાં ઉદ્ધવ, શરદ પવાર, ખડગેએ PM મોદીને ચારેકોરથી ઘેર્યા
Lok Sabha Elections 2024 | જો વિપક્ષી ગઠબંધન સત્તા પર આવશે તો અયોધ્યામાં રામ-મંદિર પર બુલડોઝર ફેરવશે એવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વખોડી કાઢતા જણાવ્યું હતું કે અમે સત્તા પર આવશું તો નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરશું અને દેશને બંધારણ મુજબ ચલાવશું.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે, શિવસેના યુ.બી.ટીના પ્રમુખ ઉદ્ધવ ટાકરે એન.સી.પી. (શરદ પવાર)ના વડા શરદ પવારે ૨૦મે રોજ રાજ્યમાં લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે મુંબઇમાં સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
આ ઉપરોક્ત નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપ પરના પ્રશ્નોના જવાબ આપ્યા જેમાં વિપક્ષી જૂથ રામ મંદિર પર બુલડોઝર ફેરવશે, એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. કેટેગરીઓ માટેના ક્વોટા ઘટાડશે અને જો તેઓ સત્તામાં આવશે તો કલમ 370 પુનઃસ્થાપિત કરશે. પરંતુ ખડગેએ વડા પ્રધાનના પર લોકોને આવા મુદ્દાઓ રજૂ કરીને તેઓને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો. જે કોંગ્રેસ ક્યારેય નહીં કરે.
ઠાકરેએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરશે જ્યારે પવારે કહ્યું કે માત્ર મંદિર નહી પરંતુ તમામ ધર્મોના પૂજા સ્થાનોનું રક્ષણ કરવું તેમની સરકારની ફરજ છે. ખડગેએ એમ પણ કહ્યું કે બંધારણમાં સમાવિષ્ટ અનામત યથાવત રહેશે. અમે ક્યારેય કોઇના પર બુલડોઝરનો ઉપયોગ કર્યો નથી. અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં જે વચન આપ્યું છે તેનો અમલ કરીશું.
વડા પ્રધાન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે. સમાજમાં ભાગલા પાડવાની વાત કરે છે. ખડગેએ કહ્યું કે મોદી 80 કરોડ લોકોને પાંચ કિલો મફત રાશન આપવાની વાત કરે છે. અમારી સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો ઘડયો છે. અને તે તેનો અમલ કરવા માટે બંધાયેલા છે. કોંગ્રેસે હવે 10 કિલો મફતમાં રાશન આપીશું. એમ તેમણે જણાવ્યું હતું.
પવારે કહ્યું કે અગાઉની સરકારે ખાદ્ય સુરક્ષા કાયદાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે મોદી પાંચ કિલો મફત રાશન આપવા શ્રેય લઇ રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન પાસે ઘણા બધા વડાપ્રધાનના ચહેરા છે. જ્યારે ભાજપ પાસે માત્ર એક જ છે. અને તે પણ કામ કરતું નથી. હવે તેઓ ચૂંટણી પ્રચારના અંતે ચહેરો બદલી શકતા નથી. અમે નક્કી કર્યું છે કે જ્યારે અમને બહુમતી મળશે ત્યારે અમારે શું કરવું જોઇએ એ નક્કી કરીશું. એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
નકલી શિવસેના કહેવા બદલ ભાજપ અને વડા પ્રધાન મોદી પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું કે ભાજપ આર.એસ.એસ.ને પણ નકલી સંઘ કહેશે. ભાજપના વડા જે.પી. નડ્ડાના ઇન્ટરવ્યુને ટાંકીને જેમાં તેમણે કહ્યું કે ભાજપ સક્ષમ છે અને પોતાની બાબતો ચલાવે છે. જ્યારે આર.એસ.એસ એક વૈચારિક મોરચો છે. અમે તેનું પોતાનું કામ કરે છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ પોતાને એવા સંગઠનથી અલગ કરવા માંગે છે. જેણે જન્મ આપ્યો એટલે કે પાર્ટી ઉભી કરી.
જુમલા યુગ ૪થી જૂને સમાપ્ત થશે અને અચ્છે દિન ત્યારે આવશે જ્યારે ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે, એમ શિવસેના (યુબીટી)ના વડા ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે ભાજપના આગેવાનીવાળી સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. અને કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સરકાર મુંબઇ અને મહારાષ્ટ્રની ખોવાયેલી ભાયખલા પુનઃસ્થાપિત કરશે. ખડગેએ કહ્યું કે પી.એમ મોદી એવી રાજ્ય સરકાર માટે પ્રચાર કરી રહ્યા છે જે વિશ્વાસઘાત દ્વારા રચવામાં આવી છે.
મેં મારા 43 વર્ષના રાજકીય જીવનમાં લોકોને ઉશ્કેરનારા અને સમાજમાં ભાગલા પાડનારા વડા પ્રધાન ક્યારેય જોયા નથી. મોદીના નિર્દેશ પર વિપક્ષી જોયા નથી. મોદીના નિર્દેશ પર વિપક્ષી પાર્ટીઓ તોડવા માટે ધમકીઓ, બ્લેકમેલ, અને લોભામણી યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લોકો તેમને હરાવી દેશે એટલે કે મતદાન થકી પાઠ ભણાવશે, એમ તેમણે ઉમેર્યું હતું. વિપક્ષી ગઠબંધન મહારાષ્ટ્રની 48 લોકસભાની બેઠક પૈકી ૪૬ બેઠકો જીતશે. અમે જી.એસ.ટી.ને સરળ બનાવીશું. ભારતના નાગરિકો આશા સાથે ઇન્ડિયા ગઠબંધન તરફ જોઇ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.
ઠાકરેએ સભાઓને સંબોધિત કરતી વખતે હિન્દુને બદલે દેશભક્ત શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમની ઠેકડી ઉડાડવા બદલ ભાજપ ટીકા કરે છે. તો શું હિંદુઓ દેશભક્ત નથી? જે લોકો દેશભક્ત શબ્દનો વિરોધ કરે છે તેઓ રાષ્ટ્ર વિરોધી છે, એમ તેમણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું. પાકિસ્તાન ભાજપના મગજમાં છે. કદાચ મોદી હજી પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જન્મ દિવસની કેકને ચાહે છે. મોદી સતત પાકિસ્તાનને યાદ કરે છે. મેં મારી રેલીઓમાં ક્યારેય પાકિસ્તાનનો ધ્વજ જોયો નથી. એમ કહી તેમણે ઉમેર્યું હતું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી વાર્તાઓ ગોઠવવામાં આવી હતી.
જ્યારે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઠાકરેએ કહ્યું કે રાજ્યની ચૂંટણી વધુ જોરશોરથી અને એક્તાથી લડવામાં આવશે અને ઇન્ડિયા ગઠબંધન જીતશે. જો ભાજપ કહે છે કે કોંગ્રેસ રામ મંદિર પર બુલડોઝર ફેરવશે તો તે પક્ષ આર.એસ.એસ પર પ્રતિબંધ મૂકશે એમ ઠાકરેએ કહ્યું હતું. અમે ક્યારેય કોઇને બુલડોઝરનો ઉપયોગ કર્યો નથી. બુલડોઝર તેમની સરકાર છે. આ ટિપ્પણી ઉશ્કેરવા માટે છે. અને ચૂંટણી પંચે તેની સામે પગલા ભરવા જોઇએ. અમારી સરકાર બંધારણ મુજબ કામ કરશે અમે દરેક વસ્તુનું રક્ષણ કરીશું.
મમતા બેનરજીની ટિપ્પણી તે ઇન્ડિયા ગઠબંધન સરકાર સમર્થન કરશે અને અધિરંજન ચૌધરીની ટીકા કે બંગાળના સી.એમનો વિશ્વાસ ન કરી શકાય અને તે ભાજપ સાથે જોડાઇ શકે છે. આ બાબતે સવાલ પૂછવામાં આવતા ખડગેએ જણાવ્યું હતું કે મમતા બેનરજી ગઠબંધન સાથે છે. તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે તે સરકારમાં જોડાશે. અધીરંજન ચૌધરી કોઇ નિર્ણય લઇ શકે નહીં. નિર્ણય હું લઉ છું. અને હાઇકમાન્ડ લે છે. જે લોકો સહમત ન હોય તેઓ જઇ શકે છે.